________________
૨૦૧
(૫) સ્નાતક ઃ જે આત્માઓએ ચારે આત્મગુણ ઘાતી કર્મોનો ક્ષય કરી પોતાના અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યગુને ક્ષાયિક ભાવે સ્વાધીન કર્યા છે. તેવા સર્વજ્ઞ અને સર્વદશી શ્રી વીતરાગ પરમાત્માઓને સંભિરૂઢ નયે સનાતક જાણવા. તેમજ જેઓએ આઠે કર્મોને ક્ષય કરી જન્મ-મરણ રહિત (અજરામરણ) અવસ્થાવાળા મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરેલ છે. તેવા સિદ્ધ પરમાત્માને એવભૂતનયે નાતક જાણવા.
ઉપર જણાવ્યા મુજબના સર્વ વિરતિધર પરમાત્માનું (નિ ) નું પાંચ પ્રકારનું સ્વરૂપ સામાન્યથી બન્ને જણાવ્યું છે. તેમનું વિશેષ સ્વરૂપ આગમ શાસ્ત્રના આધારે કિંચિત્ વિશેષ સ્વરૂપે આગળના (૪૯) માં સૂવથી તત્વાર્થકાર જણાવે છે.
संयमश्रुत प्रतिसेवना तीर्थ लिङ्गलेश्योपपातस्थान विकल्पतः साध्याः ॥ ४९ ॥
શાસ્ત્રોમાં પાંચ પ્રકારના ચારિત્રના તેમજ પાંચ પ્રકારના નિર્ચના ૩૬-૩૬ દ્વારા જણાવેલા છે, તેમાંથી અત્રે ઉપર જણાવેલ પાંચ પ્રકારના નિર્ચને નીચે મુજબના આઠ દ્વારથી વિશેષતઃ સમજવા અનિવાર્ય આવશ્યક હેઈ તેને શારાથી અવિરૂદ્ધ અવધારવા જેથી સુગુરૂ તેમજ કુગુરૂના ભેદથી ગુરૂ તત્વ સંબંધ યથાક્તહે પાદેયતાએ આત્માર્થ સાધવામાં નિશબાધતા પ્રાપ્ત થાય.
(૧) સંયમ કહેતા ચારિત્ર : પુલાક નિગ્રંથ સામાણિક અને છેદે પ્રસ્થાપનીય એ બે ચારિત્રને વિષે હોય, પરંતુ પરિહાર વિશુદ્ધિ આ િત્રણ વિશુદ્ધ ચારિત્રને વિષે ન હોય આ જ રીતે બકુથ તેમજ પ્રતિસેવના કશીતને વિષે પણ તે બે જ ચારિત્ર હોય એમ જાણવું કષાય કુશીલને સામાયિક, છેદો પસ્થાનીય, પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષમ સંપાય. એ ચારે પ્રકારના ચારિત્ર સંભવે તેને યથાખ્યાત ચારિત્ર ન હોય. નિગ્રંથ અને સ્નાતકને છેલું કષાય કહિતનું યથાખ્યાત ચારિત્ર ૧૫-૧૨-૧૩-૧૪ મે ગુણસ્થાનકે હોય છે એમ જાણવું.
(૨) શ્રત કહેતા જ્ઞાન : પુલાક સાધુને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ દશ પૂર્વ સુધીનું જ્ઞાન હોય અને જઘન્યથી નવપૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીનું જ્ઞાન હોય. જ્યારે બકુશ અને પ્રતિસેવના કુશીલ સાધુને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ દશ પૂર્વ સુધીનું અને જઘન્યથી અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન હેય, કષાય કુશીલ સાધુને ઉતકૃષ્ઠથી ચૌદ પૂર્વ સુધીનું અને જઘન્યથી અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય, નિગ્રંથ સાધુને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વનું અને જઘન્યથી અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન હોય છે. આ નિગ્રંથ સાધુઓને ૧૧ મું-૧૨ મું ગુણસ્થાનક લાભે છે. જયારે સ્નાતક સાધુઓને એક માત્ર કેવળજ્ઞાન જ હોય છે.
१६
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org