________________
૧૭.
આથી પ્રથમના બે શકલ દયાન પણ બારમા ગુણસ્થાનક સુધી હોય છે. એમ સૂત્રકારે (૩૯) મા સૂત્રથી સ્પષ્ટ જણાવેલ છે. તેરમે ગુણસ્થાનકે વર્તતા સગી કેવળી ભગવંતેને આયુષ્ય કાળ પર્યત કેઈ ધ્યાન કરવાનું હોતું નથી, કેમકે તેઓએ ચારે આત્મ ગુણઘાતી કર્મોને સર્વથા ક્ષય કરેલ હોવાથી તેઓ કૃત્ય કૃત્ય થયેલા હોય છે. આમ છતાં તેઓને પણ છે જે અંતર્મુહૂર્ત કાળ આયુષ્ય બાકી હોય છે, ત્યારે તેરમે ગુણ સ્થાનકે પ્રથમનું પેગ નિરોધ કરવા ૩૫ શુકલ દવાન હોય છે અને બીજુ શુકલ દયાન ચમે ગુણસ્થાનકને અંતે હેય છેઆ રીતે શ્રી કેવલી ભગવંતેને આયુષ્યના છેલલા અંતમુહૂર્ત કાળે શુકલ દાનના છેલ્લા બે પાયાનું ધ્યાન ઉપચારે હોય છે. જેનું સ્વરૂપ શાસ્ત્રકારોએ પણ વિસ્તારથી સ્પષ્ટ જણાવેલ છે.
પૂર્વે જણાવેલ ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનરૂ૫ શુ-વિશુદ્ધ ધ્યાન યોગને પણ કેટલાક શુદ્ધ ઉપયોગથી એકાંતે બિન જણાવી સર્વત્ર-સર્વથા શુભ યોગ વ્યાપારને કેવળ અ૫લાપ યાને તિરસ્કાર કરવામાં જ જેઓ ઉત્સુક છે, તેવા મૂઢ-મિથ્યા મતિવાળા આત્માઓને ઉત્તરોત્તર વેગ-વિશુદ્ધ સાપેક્ષ આત્માર્થની સાધકતા ઇષ્ટ જ હેતી નથી. તેઓ તે કેવળ એવંભૂતનય સાપેક્ષ-યેગી અવસ્થાને જ એકાંતે આત્મશુદ્ધિ રૂપે સ્વીકાર કરીને તે પૂર્વેની સર્વ ક્ષાપથમિક ભાવની સાધક અવસ્થાઓને અપાશે પણ આત્મશુદ્ધિ રૂપે સ્વીકાર કરતા નહિ હોવાથી છેવટે તેઓને શ્રી કેવળી ભગવંતને વિષે સાથિક ભાવની સાથે પણ જે ઔદાયિક ભાવનું જે યોગ સ્વરૂપ પણ આયુષ્યકાળ પર્યત હોય છે, તેને પણ તેઓ અન્યથા સ્વરૂપે કહેતા હોવાથી તેઓને સર્વત્ર યોગશુદ્ધિનો અપલા૫ જ કરવો પડતે હોય છે. આથી તે તેઓને શ્રી તીર્થકર ભગવતે જે શ્રી ચતુર્વિધ સંઘની ઉપદેશાદિ દ્વારા સ્થાપના કરતાં હોય છે, તેમાં પણ ભ્રાંતિ– ઉપજેલી હોવાથી તેઓને અનેક પ્રકારના તર્કવિતર્ક કરીને પોતાના (એકાંતિક) અપ્રમાણિક વિચારોને યેનકેન પ્રકારે સર્વત્ર આગળ ધરવા પડતા હોય છે. આવા વિચારોને સ્વીકાર કરવાવાળા માટે, આત્માર્થ–સાધવા માટે કેઈ ઉચિત વ્યવહાર હેતો નથી. આ માટે આત્માર્થી આત્માઓએ પોતાના આત્મહિત સંબંધમાં (નય-પ્રમાણ સાપેક્ષ) અવિસંવાદી થત સિદ્ધાંતને રવાનુભવે નિશ્ચય કરે જરૂરી છે. આ માટે તત્વાર્થ સૂત્રકારે પણ સૂત્ર સિદ્ધાંતાનુસારે દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મરૂપ મેક્ષ માર્ગ જણાવેલ છે. (જુઓ અ. ૭ સુ ૨) સર્વ વિરતિપણું એ જ મોક્ષ માર્ગ હઈ નવમા અધ્યાયમાં સંવર-નિર્જરા તત્વ સંબંધે શુદ્ધ વ્યવહાર નય પ્રધાન સાધુ ધર્મ સંબંધી સંવરના સત્તાવન ભેદ જણાવી નિજ તત્વમાં તપના બાર ભેદ જણાવ્યા છે. આ રીતે આત્મશુદ્ધિ (આરાધના) માટે શાસ્ત્રમાં નય દષ્ટિએ અસંખ્યાત ગે જણાવેલ છે. તેમ છતાં શુદ્ધ વ્યવહારનય દૃષ્ટિએ શ્રી નવપદની આરાધનાને મુખ્ય જણાવી છે, આમ છતાં કેટલાક સ્વચ્છેદાચારીઓને
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org