________________
शुक्ले चाधे ॥ ३९॥ परे केवलिन ॥४०॥
આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાના વિચય. એ ચારે પ્રકારની વિચારણું રૂપ ધર્મ ધ્યાન અપ્રમત સંયત (સાધુઓ)ને હેય છે. વળી આ ધર્મ ધ્યાન (૧૧) મા ઉપશાંત મોહ તેમજ (૧૨) માં ક્ષીણમેહ ગુણસ્થાન સુધી પણ ઉત્તરઉત્તર વિશુદ્ધ ભાવે હેય છે. પ્રથમના બે શુકલ ધ્યાન પણ બાર (૧૨) મા ગુણસ્થાનક સુધી હોય છે. શુકલ દયાનના પાછળના બે ભેદ ઉપચારે કેવળજ્ઞાની પરમાત્માને હોય છે.
સર્વજ્ઞ અને સર્વદશી શ્રી વિતરાગ પરમાત્માની આજ્ઞા દેશના) સર્વ ભવ્ય જીવને ઉત્તરોત્તર આત્મ સાધક હોવાથી તેમની આજ્ઞાને અનુસરવા માટેની ઉત્કૃષ્ટ-ઉત્કંઠા તેને આજ્ઞા વિચય ધર્મ ધ્ય ન સમજવું. આ ધ્યાન ઋજુસૂવનય દષ્ટિએ સમ્યફ દષ્ટિને પ્રધાનપણે હોય છે, શબ્દનય દષ્ટિએ અપ્રમત્ત સાધુને જાણવું તેમજ નિગમય નથદષ્ટિએ આત્મહિતની ચિંતવન કરવાવાળા ભવ્યમાં પણ યથા સંભવ વિચારવું,
સંસારમાં સર્વ દુઃખનું મૂળ દરેકે દરેક આત્માને પોતપોતાના રાગદ્વેષ રૂપ પરિણામ જ છે. એમ વિચારી રાગદ્વેષને ત્યાગ કરવા માટેના યથાશક્તિ વિરતિના પરિણામ સહ ઉકંઠ તે અપાય વિચયરૂપ ધર્મધ્યાન સમજવું. આ દયાન પાંચમા દેશ વિરતિધર આત્માઓને પ્રધાનપણે હોય છે, બીજા ને યથા સંભવ વિચારવું.
વિપાક વિચય નામનું ત્રીજુ ધર્મ ધ્યાન છ સર્વ વિરતિધર સ ધુઓને પ્રધાનપણે હોય છે, બીજા જીવમાં યથા સંભવ વિચાવું તેમને પૂર્વ કર્મના ઉદયે જે જે પરિષહઉપસર્ગ સહન કરવા પડે છે. તેને પૂર્વ કર્મના વિપાક વરૂપે વિચારી, તેઓ તે તે કર્મોની સવિશેષ સ્વરૂપે નિર્જરા કરતાં હોય છે.
સંસ્થાના વિચય નામનું એથું ધમ ધ્યાન મુખ્યપણે અપ્રમત્ત ભાવવાળા યાને સર્વ સંસારીક ભાવોથી વિરક્ત આત્માઓને સંસાર સ્વરૂપી જગતમાં કેવળ પિતાના આત્માના સંબંધને વિચાર કરવારૂપ હોય છે, જેમાં ચાર પ્રકારના પુરૂષા
માં મેક્ષ પુરૂષાર્થના કારણરૂપે ધર્મ પુરૂષાર્થ જણાવેલ છે, તેમ આ ધમ ધ્યાન તે પણ શુકલ ધ્યાનના બીજા પાયાના ધ્યાનનું કારણ જાણવું કેમકે ઉત્તરોઉત્તર શુદ્ધિએ આ ધર્મ ધ્યાન પણ છેક બારમા (૧૨) ગુણ સ્થાનક સુધી સંભવે છે. એમ સૂત્રકારે (૩૯) મા સૂત્રથી સ્પષ્ટ જણાવેલ છે. ઉત્તરોત્તર વિશુદ્ધિએ ધર્મધ્યાન તેમજ શુકલ ધ્યાનને સમગ્ર કાળ પણ એક અંતમુહૂર્ત પ્રમાણ જ જાણ. કેમકે ધ્યાન સ્વરૂપી ઉત્કૃષ્ટ યોગથી એક અંતમુહૂર્તમાં જ સર્વ પ્રકારની સિદ્ધિ સર્વત્ર શાસ્ત્રકારોએ જણાવી છે. ક્ષપક શ્રેણીએ ચડનાર આત્મા એક અંતમુહૂર્તમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org