________________
૧૯૪
તે પશુ શુભ ધ્યાનના હેતુ હાવાથી પ્રશસ્ત છે, માટે આત્માથી આત્માએ પાતપેાતાના યથાતથ્ય ભાવે (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનાનુસારે) પર નિાદિ-દોષથી નિવતીને દાન-શિયળ– તપ તેમજ ભાવનાદિ ધર્મમાં પ્રવર્તન કરવુ. તે શ્રેયસ્કર છે એમ જાણ્યુ'. આમ છતાં માક્ષાથી આત્માઓએ તે શાસ્ત્રાનુસાર તેમજ આ તત્વાર્થ સૂત્રકારના અભિપ્રાયે સૌ પ્રથમ સમ્યક્ત્વ ગુણને પ્રાપ્ત કરવા અનિવાય-આવશ્યક છે એમ જાણવુ. આ સબધે શ્રી ભગવતી સૂત્રના આઠમાં શતકના દશમા ઉદ્દેશાને વિષે નીચે મુજબ આરાધક-વિરાધક આત્માઓની ચોભ’ગી કહી છે.
(૧) જે આત્માએ સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત કરીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરેલું નથી તેમ છતાં સુગુરૂની નિશ્રાએ નિષ્કામપણે બાહ્ય-વ્રત-તપ-જપાદિ ક્રિયાઓ કરે છે તેને દેશ આરાધક જાણવા.
(૨) જે આત્માએ સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત કરીને સમ્યજ્ઞાન પ્રાપ્ત કરેલુ છે અને ભગવ`તની આજ્ઞા પાળવાની ઇચ્છાવાળા હોવા છતાં જે થાયેાગ્ય ધર્માનુષ્ઠાના કરતા નથી તે આત્માને દેશ વિરાધક જાણવા.
(૩) જે આત્માએ સમ્યક્દર્શન ગુણ પ્રાપ્ત કરેલ છે અને સમ્યજ્ઞાન પણ પ્રાપ્ત કરેલ છે અને શ્રી જીનેશ્વર ભગવંતની આજ્ઞાનુસારે ચારિત્ર ધનુ' પણુ પાલન કરે છે, તને સવ આરાધક જાણવા.
(૪) જે આત્મા સમ્યકૃઇન-સમ્માન તેમજ સમ્યક્ચારિત્રના ઉપચાર ધથી પણ રહિત છે એવા આત્માને સર્વ વિરાધક જાણવા. આ રીતના ચાર પ્રકારના આત્માનું સ્વરૂપ શાસ્ત્રાધારે સારી રીતે સમજીને-શ્રદ્ધા કરીને આત્માર્થ સાધવા માટે નિશ્ચય-વ્યવહારથી ઉદ્યમશીલ બનવું જરૂરી છે, અન્યથા અન'તી પુણ્યાઈએ પામેલ પ્રાપ્ત મનુષ્ય ભવ તેમજ ઉત્તમકુળ સબધે જૈન ધર્મના (પ્રાપ્તિરૂપ) ચૈાગ પણ નિષ્ફળ સમજવા.
ધ્યાનના ચાર પ્રકાર છે (૧) આધ્યાન (૨) રૌદ્રધ્યાન (૩) ધર્મધ્યાન (૪) શુકલ ધ્યાન. આ ચાર પ્રકારના ધ્યાનના વળી પ્રત્યેકના ચાર-ચાર ભેદ પણ શાસ્ત્રથી અવિરૂદ્ધ જાણવા જરૂરી છે. પ્રથમના બે ભેદ તે આત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનના ચાર-ચાર ભેદો સ`સાર પરિભ્રમણના હેતુએ જાણવાના છે. જ્યારે પાછળના છે એટલે ધર્માંધ્યાન અને શુકલ ધ્યાનના ચાર-ચાર પાયા (ભેદ) તે માક્ષ પ્રાપ્તિના કારણભૂત જાણવાના છે. હવે સૂત્રકાર પ્રથમના આત ધ્યાન (દુઃખાનુધી) ના ચાર પાયા (ભેદ) તુ' સ્વરૂપ અનુક્રમે ફેરફાર સાથે શાસ્ત્રાથી અવિરૂદ્ધ જણાવે છે.
(૧) અનિષ્ટ સચેાગ (ર) રોગ ચિ'તા (૩) ઇષ્ટ વિયેાગ (૪) આગામી કાળની ચિ'તા. આ ચારે ભેદનુ` કાંઇક વિસ્તારથી સ્વરૂપ અત્રે સૂત્રકારે સૂત્રથી જણાવેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org