________________
૧૯૭
વડે અંતમુહૂર્ત સુધી સ્થિર ચિરો તેની વિચારણા કરે છે, તેને સમ્યફ ધ્યાન (ધર્મધ્યાન શુકલધ્યાન) કહેવામાં આવે છે, અન્યથા અનાદિ મિથ્યાદષ્ટિ સંસારી આત્માઓમાં મોહજન્ય આર્તધ્યાન તેમજ રાહૃધ્યાન સ્વરૂપી એકાગ્રતાના વિકલ્પો તે અનાદિથી હોય છે. આથી પષ્ટ સમજવું કે આત્મવીર્યનું સૂથમ યા બાદ મન-વચન કે કાય યોગની સાથે કોઈ એક શુભ યા અશુભ વિષય સંબધે પ્રવૃત્તિ યા નિવૃત્તિ ઉત્કૃષ્ટ ભાવે સ્થિર (એક અંતમુહૂત કાળ સુધી) પ્રવર્તવું તે ધ્યાન ગ છે. અન્યથા મન-વચન કે કાયયોગની સમસ્ત યોગ પ્રવૃત્તિ-નિવૃત્તિમાં આત્મ-વીર્યની ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ (સંબંધી) હેતી નથી. આથી જ શાસકારોએ શુભ-અશુભ ધ્યાનને આત્માને વિશેષતઃ સાધક-બાધક રૂપે જણાવેલ છે, આવું ધ્યાન એક વસ્તુ વિષય એક અંતમુહૂત કાળ સુધી સતત હેય છે. અધિક કાળ સુધી એક વસ્તુ વિષયક દયાનયોગ સંભવી શકે નહિ હ. શુભ કે અશુભ વિષય સંબંધે દ્રવ્યગુણ પર્યાયાન્તર ભેદથી દીર્ઘકાળ સુધી પણ એક વસ્તુ વિષયક એકાગ્રતા (ધારણા) સંભવી શકે છે, હાલમાં છઠ છેવટું સંઘયણ પ્રવર્તતુ હેઈ, ઉત્તમ ભાવના સહ ઉત્તમ વ્યવહારમાં પ્રવર્તન કરવું ઉચિત જણાય છે.
હવે આત્મતત્વની શુદ્ધિ કારક અને આત્માને મલીન કરનાર એવા સાધક-બાધક ધ્યાનના ચાર ભેદો જણાવાય તે પહેલા કેટલીક મહત્વની વાત જણાવીએ છીએ.
અત્રે એ જણાવવું જરૂરી છે કે કેટલાક જૈનાભાષી કુગુરૂઓ શાસ્ત્રમાં તેમજ આ તત્વાર્થકારે જણાવેલ સંવર-નિર્જરા તત્વના સમસ્ત બાહ્ય અત્યંતર સ્વરૂપમાં નયસાપેક્ષદ્રવ્ય ભાવની વિવક્ષા કરવાને અસમર્થ હોઈ, નિશ્ચયા ભાષી કેટલાક કુગુરૂઓ સમસ્ત શુભ યેગને તેમાં આત્માનું કે સ્વ-સ્વરૂપ જ નથી, એમ જણાવી તેને વ્યવહારથી કે ઉપચારથી સ્વીકાર કરવાનું જણાવી, પરમાથે તેને મિથ્યા સ્વરૂપ કહે છે, તેમજ વળી કેટલાક વ્યવહારી ભાષી કુગુરૂએ સમસ્ત શુભ યેગને (ઉપયોગ શુદ્ધિની શૂન્યતાએ પણ) તે આત્માર્થ સાધક જ છે એમ જણાવી પોતપોતાના પક્ષમતમાં અનેક પ્રકારની માયાએ કરી અનેક બાળ અજ્ઞાની–ભેળા ધર્મથી જીવેને ફસાવી મોટા મોટા ચમત્કારોની વાતે કરીને, મિથ્યા આડંબરોએ કરી પોતપોતાની મોટાઈનું પ્રદર્શન કરતાં આજે તે પ્રત્યક્ષ જોવાય છે. આવા નિશ્ચયાભાષી તેમજ વ્યવહારાભાષી કગુરૂની માયામાં આત્માથી–આત્માએતત્વાર્થને યથાર્થ જાણી ફસાવું જોઈએ નહિ. અન્યથા અનંતી પુણ્યાઈએ પ્રાપ્ત મનુષ્યભવ તેમજ તત્વાર્થનું જાણપણું પણ મિથ્યા થશે એમ નિચેથી સમજવું વળી એ પણ જાણવું જરૂરી છે કે નૈગમનય દષ્ટિએ આત્મ મલીનતા ટાળવા પૂર્વક અર્થાત્ (ભવામિનદિપણું તેમજ મિથ્યાત્વાદિના દુષ્ટ પરિણામે ટાળવા પૂર્વક) ના સમસ્ત શુભ વ્યવહાર પ્રશસ્ત છે. તેમજ અધ્યાત્મ-ભાવના અર્થાત્ આત્મા સંબંધી આત્માની ચિંતા ભાવના (વિચારણા) ૨૫
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org