________________
૧૮૬
અથ ૨ સર્વ પ્રકારના ત૫માં કષાયના નિગ્રહ (નાશ) ને જ તપ કર્યું છે. મકે કષાય રહિત બાહાતપ પણ ઉપચાર કરીને કર્મને બાળનાર અત્યંતર તપને હેતુ હોવાથી તપ કહેવાય છે. પરંતુ કષાય સહિત તપ તો કેવળ માત્ર કષ્ટરૂપ હોવાથી સંસાર પરિભ્રમણને હેતુ થાય છે. આ સંબધે શારીય દષ્ટાંતરૂપે કષાયને નિગ્રહ કરનાર નાગા યા તે કરગડુ સાધુ નિરંતર ત્રણ વાર ભજન કરતે હતો. છતાં કષાયને નિગ્રહ કરવાથી કેવળજ્ઞાન પામી મોક્ષપદને પામેલ છે. આ કથા પ્રસિદ્ધ છે. | (૩) વૃત્તિ-પરિસંખ્યાન તપ આ તપમાં જરૂરી (5) વસ્તુઓ, વિવિધ અભિગ્રહ પૂર્વક (નિયમ સ્વરૂપમાં જ) ગ્રહણ કરવાની-વાપરવાની હોય છે - (૪) રસ પરિત્યાગ તપ : આત્મામાં ભોગાકાંક્ષા (વિકૃત્તિ) વધારે તેને વિગઈએ કહી છે, એટલે કે જેથી આત્મામાં વિકાર જાગે તેવા પદાર્થો (ભજન) ન લેવા, વાપરવા તેને રસત્યાગ તપ કહેવાય છે. શાસ્ત્રમાં ચાર મહા વિગઈઓને સર્વથા ત્યાગ કરવાને કહ્યો છે. અને છ લઘુ વિગઈઓને આત્માથી આત્માઓએ સર્વથી તેમજ અંશથી દરરોજ ત્યાગ કરવાનો હોય છે.
(૫) વિવિકત શા-આસન અર્થાત્ સલીનતા તપ : આ તપના ચાર લે છે. ' (૧) વિવિધ ચર્યા : બ્રહ્મચર્યની નવ વાડ પાળવા સંબંધ સી-પથ-નપુંસક રહિત સ્થાનમાં સ્થિર આસને રહેવું તે.
(૨) ઈન્દ્રિય સલીનતા : ઈન્દ્રિય વિકારી ન બને તે સંભાળવું. (૩) માગ સલીનતા ? મન, વચન, કાયાથી રાગ-દ્વેષની વૃદ્ધિ થાય તેમ ન પ્રવર્તવું. (૪) કષાય સલીનતા છે ક્રોધ-લેભાદિ કષાયની વૃદ્ધિ ન થવા દેવી તે.
(૬) કાયકલેશ : આત્માને શરીર સાથે સંબંધ ગાઢ હોવાથી આત્મા શરીરના દુખે દુઃખી થઈ જાય છે. અને શરીરના સુખે (અનુકૂળતાએ) પોતાના આત્માને સુખી માનવા લાગી જાય છે અને તેથી પિતાને દેહ જ આત્મા છે એ મિથ્યા-આભાસ છવમાં હલે થઈ જાય છે. તેથી તે આત્મા આત્મશુદ્ધિની સાધનાથી અળગે તે હેય છે. આ માટે કાયકલેશ તપ યથાશક્તિ સમગ્ર પ્રકારે વિષિપૂર્વક કરવાનું જરૂરી છે એમ જણાવેલ છે. તેમાં અનેક પ્રકારના પરિષદે સહન કરવાના હોય છે. ઉપર જણાવેલ છે પ્રકારના બાહાતપ (બાઢા સ્થલ દેને દૂર કરનારા હેવાથી) અનુક્રમે પશ્ચાતુવીએ કરવાને અભ્યાસ કરવો જરૂરી છે. તેમાં શાનુંસારીતાએ તે અમે પ્રથમ સંસીનતા તપ કરવા ઉદ્યમશીલ બનવું તે પછી વિશેષ સ્વરૂપે અનશન તપ કરતાં આત્માને સમ્યમ્ પ્રકારે તપગુણની પ્રાપ્તિ થઈ શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org