________________
કરીને તેને છોડે છે, તેમજ વિધેય કરાયેલા (ઉપાદેય) ભાવેને રાગ થકી સેવે છે, (અર્થાત્ ગુણસ્થાનક યોગ્ય વ્યવહારમાં સાધ્ય–સાધનદાવમાં મૂઢ છે) તેવા આત્માનું તે તે સામાયિક અશુદ્ધ છે એમ જાણવું. કેમકે સામાયિક ભાવ તે આત્માના રાગદ્વેષ રહિત એવા શુદ્ધ સ્વભાવ સ્વરૂપી હોય છે એમ જાણવું જરૂરી છે. આ સંબંધે શાસ્ત્રમાં આત્માના શુદ્ધ સ્વભાવરૂપ ચાર પ્રકારના સામાયિક કહા છે.
(૧) સમ્યકત્વ સામાયિક : ચેથા ગુણસ્થાનકવતી આત્માઓને હોય છે.
(૨) શ્રત-સામાયિક : ચેથા ગુણસ્થાનકવતી છે તેને અભિમુખ થયેલા મિથ્યાત્વને પરિહાર કરવાવાળા) આત્માઓમાં શ્રી જીનેશ્વર ભગવંતના વચનો પરની શ્રદ્ધા-રૂચી વધુ હોય છે.
(૩) દેશ વિરતિ-સામાયિકઃ પાંચમ ગુણસ્થાનકવતી દેશવિરતિવર શ્રાવકને હોય છે.
(૪) સવ-વિરતિ સામાયિક છઠ્ઠા ગુણસ્થાનકવતી જેમણે વિવિધ વિવિધ સર્વવિરતિ ભાવને આશ્રય કરે છે એવા) મુનિ ભગવતેને હોય છે.
આવા સર્વ વિરતિધર સાધુ-ભગવંતે પ્રતિ વંદનાદિ વ્યવહાર કરવા માટે શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે
जावंत केवि साहू, भरहेर वय महाविदेहे य । सव्वेसिं तेसिं पणओ, तिविहेण तिदंड विरयाण ॥
આથી સ્પષ્ટ સમજવું જરૂરી છે કે જેઓ મન-વચન અને કાયગ વ્યવહાર સંબંધે સાવદ્યકર્મો કરતાં નથી, કરાવતાં નથી તેમજ તેની અનુમોદના પણ કરતાં નથી. તેવા સવ સાધુએ વંદનીય છે, અન્યથા સાવદ્ય-આરંભી પરિગ્રહમાં આસક્ત સાધુઓને શાસ્ત્રમાં કુગુરૂ કહેલ છે. ગુરૂઓનું વદન-પૂજન-ભક્તિ-બહુમાન કરનાર આત્મામાં સામાયિકને બદલે કષાય ભાવની વૃદ્ધિ થતી હોઈ તેને કુગુરૂની ભક્તિ સંસાર વધારનારી થાય છે,
ઉપર જણાવી ગયા તે મુજબ શાસ્ત્રમાં સર્વ વિરતિધર સાધુઓને સર્વ સામાયિક ભાવનું ચારિત્ર હેય છે અને તેના પાંચ ભેદ જ શાસ્ત્રમાં જણાવેલા છે, તેનું સ્વરૂપ પણ શાસ્ત્રાનુસારે આગળ જણાવી ગયા છે. આમ છતાં કેટલાક કુગુરૂઓ પોતાને બકુશકુશીલ ચારિત્રીયા માને છે અને કહેવડાવે પણ છે. આ બકુશ-કુશીલપણું તે ચારિત્રને ભેદ નથી, પરંતુ તથા પ્રકારે દેની સંભાવના અને આચરણના લીધે તેઓને શાસ્ત્રમાં બકુશ-કુશીલ સાધુઓ કહ્યા છે. પરંતુ જેઓ ઉચ્ચરેલ કરેમિ-ભંતે સામાયિક વ્રતપચ્ચક્ખાણને અવગણીને પોતાને બકુશ-કુશીલના દેષ સેવવાના અધિકારી માને છે, તેવા પાખંડી સાધુઓને તે શ્રી જીન શાસનને ઉડાહ કરવાવાળા જાણી તેઓને સંગ આત્માથી આત્માઓએ વર્જ જરૂરી છે. વળી કેટલાકે આ સંબંધે ઉત્સર્ગ–અપવાદ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org