________________
૧૭૬
અનેક પ્રકારના (અષ્ટવિધ) કર્મોને વેદે (ભગવે) છે આ ભેગવાતા કર્મો ભગવાઈને આત્માથી છૂટા પડી જાય છે, તેને પૂર્વે સૂત્રકારે “
વિડનું માવ” “-થા નામ' તે થકી તતૌનિર્વા' એ ત્રણે સૂત્રોથી જણાવેલ છે. આ સાથે એ સમજવું જરૂરી છે કે કર્મોન લેગવતી વખતે જીવ પોતાના શુદ્ધાશુદ્ધ અધ્યવસાય વડે યોગ-ઉપગ રૂપ પરિણામે કરી નિર્જરા કરે છે, તેમજ નવિન કર્મોને બંધ પણ કરે છે તે મુજબ અત્રે બાવીસ પ્રકારના પરિષહ જયરૂપ તપ-વિશેષે કરી સવિશેષ નિર્જરા કરે છે. તેનું સ્વરૂપ જણાવવામાં આવે છે.
(૧) સુધા પરિષહ : શરીર સંબંધે જીવને સુધા પ્રાપ્ત થતાં જે જીવ પિતાના વ્રત-નિયમને બાથ ઉપજાવે તે આહાર નહિ કરતાં સમ્યક ભાવે સુધા સહન કરે છે, તેને સુધા પરિષહ જય સમજ.
(૨) પિપાસા પરિષહ ઃ શરીર સંબધે જીવને તૃષા લાગવા છતાં જે જીવ પિતાના વ્રત નિયમને બાધ ઉપજાવે તેવું પાણી પીતા નથી અને સમ્ય ભાવે સુધાને સહન કરે છે, તેને પિપાસા પરિષહ જય જાણ.
(૩) શીત પરિષહ ? શરીર સંબંધે જીવને ટાઢ વાય તે વખતે પોતાના વ્રત નિયમને બાધ ન આવે તે માટે વઆદિકને તેમજ અગ્નિને ઉપયોગ નહિ કરતાં સમ્યગુ ભાવે ટાઢ સહન કરે તેને શીત પરિષહ જય જાણો.
(૪) ઉષ્ણુ પરિષહ ઃ શરીર સંબંધે છવને તાપ લાગે ત્યારે પિતાના વ્રતનિયમને બાધ ન આવે તે માટે તાપને પાણીથી દૂર ન કરે, પરંતુ તાપને સમ્યગ્ન ભાવે સહન કરે તેને ઉષ્ણુ પરિષહ જય જાણ.
(૫) દંશ-મશક પરિષહ ઃ શરીર સંબધે જીવને શરીરે જે ડાંસ-મચ્છર વિગેરે છ ડંખ મારી ઉપદ્રવ કરે તે વખતે તે જીવોને પરિતા૫ નહિ ઉપજાવતાં પિતે તે ઉપદ્રવને સમ્યગુ ભાવે સહન કરે તેને દંશ-મશક પરિષહ જ્ય જાણો.
- (૬) નાન્ય (અલક) પરિષહ : શરીર સંબંધે છવને, શરીરને ઉપદ્રવથી બચાવવા માટે પોતાના વ્રત–નિયમને બાધ ન આવે તે રીતે વસ્ત્રાદિકને ભેગ-ઉપભેગ કરે પરંતુ વ્રત-નિયમને બાધ આવે તે રીતે ન ગ્રહણ કરે તેને અલક પરિષહ જય જાણો.
(૭) અરતિ પરિષહ જીવને કેઈક પ્રકારે ઉદ્વેગ થાય અથવા ચેન પડે નહિ તેવી પરિસ્થિતિમાં પણ છવ તે તે વિપરીતતાને સમ્યગૂ ભાવે સહન કરે, પરંતુ રાગશ્રેષ કરે નહિ તેને અરતિ પરિષહ જય જાણો.
(૮) સ્ત્રી પરિષહ : શરીર ધારી જીવને કામ-ભાગે શ્રી આદિ વિજાતીય સાથે સંભોગ કરવાના પરિણામ જાગે ત્યારે પિતાના વ્રત-નિયમને બાધ આવે તે રીતે અને સંગ ન કરે તેને આ પરિષહ જય જાણ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org