________________
૧૭૨
अनित्या शरण संसारैकत्वान्यत्वाशुचित्वास्रव संवर-निर्जरा-लोक बोधिदुर्लभ धर्मस्याख्यात तत्त्वानुचिन्तनमनुप्रेक्षाः ॥७॥
ઉત્તમ-આત્મદશી આત્માઓએ નિશ્ચય શુદ્ધ સ્વરૂપને અવિસ્મરણીય ભાવે આત્મામાં સ્થિર કરવા માટે ઉપર જણાવેલ બારે ભાવનાથી પિતાના આત્માને ભાવિત રાખવે અનિવાર્ય–આવશ્યક છે. આ માટે નીચે મુજબ બારે ભાવનાઓમાં અનુચિંતન-મનનનિદિધ્યાસન કરવું તેને શાસ્ત્રકારોએ અનુપ્રેક્ષા ના અને સંવર ધર્મ જણાવ્યું છે. આ માટે શાસ્ત્રમાં જણાવેલ છે કે –
सिक्खियं ठिये जियं मियं जाव गुरुवायणावगयं वायणाए । पुच्छणाए-परियट्ठणाए-धम्मकहाए ना अणुप्पेहाए ता दव्वसुयं ॥
અથ : શ્ર-જ્ઞાન ગમે તેટલું સ્થિર કરેલું હોય, નય-પ્રમાણ સાપેક્ષ પણ હેય, તેમજ વળી સદગુરૂ પાસેથી શુદ્ધ વાંચનાએ લીધેલું હોય, તેમજ વાંચના આપવા સમર્થ બનેલું હોય, વળી પ્રશ્નોના જવાબ આપવા પણ સમર્થ હોય, વારંવાર યાદ કરાતું હોય, તેમજ ધર્મકથા કરવાને સમર્થ હેય પણ જે તે અનુપ્રેક્ષા વગરનું છે તે તેને દ્રવ્ય કૃત જાણવું. આથી સ્પષ્ટ સમજાય તેમ છે કે આત્માથે આ બાર ભાવનાઓ પરમ આત્મશુદ્ધિને હેતુ છે. કેમકે આ ભાવનાજ્ઞાન દયાનનું કારણ છે. કેમકે ધ્યેય પ્રતિ પ્રથમ ધ્યાતાને પૂર્વાપર સાધક-બાધક ભાવના વિકલ્પરૂપ ભાવના જ્ઞાન પછી ધ્યેય પ્રતિ જે એકાગ્રતા પ્રાપ્ત થાય છે તેને ધ્યાન સમજવું - (૧) અનિત્ય ભાવના : જીવ (આત્મા) ને કર્મ સંગે પ્રાપ્ત શરીર, ધન, ટુંબ–પરિવારાદિ સર્વ કર્મ સંગી-અનિત્ય (નાશવંત) જાણીને તેના પ્રતિને મમત્વભાવ દૂર કરવા પ્રયત્ન કરે તે.
(૨) અશરણુ ભાવના : આત્માને પ્રાપ્ત થતાં જન્મ-મરણનાં દુખે તેમજ વર્તમાન જીવનમાં કર્મ પરિણામે પ્રાપ્ત થતાં દુખેથી કેઈ (ધન યા સ્વજન) છોડાવી શકતું નથી. પરંતુ સર્વ પ્રકારના દુઃખમાં સર્વત્ર આત્માને કેવળ પોતે પ્રાપ્ત કરેલા સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ પિતાના આત્મિક ગુણે જ પોતાને આ ભૂત થાય છે. એમ જાણીને આત્માએ પોતાના આત્મિક ગુણને ક્ષાયક ભાવે પ્રાપ્ત કરવાને ઉદ્યમ કરો તે.
(૩) સંસાર ભાવના : અનાદિ-અનંત ચતુર્ગ તિરૂપ આ સંસારમાં આત્માને કર્મોદય પ્રમાણે જન્મ-જીવન અને મરણ પ્રાપ્ત થતું હોય છે. એમ જાણને કર્મોદયે પ્રાપ્ત કઈ પણ ભાવમાં રાગ-દ્વેષ કરીને નવાં કર્મ બંધનથી આત્માએ અળગા રહેવાને પ્રયત્ન કરે તે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org