________________
૧૭૧
અર્થ : વસ્તુને સ્વભાવ (દ્રવ્યને સ્વગુણ સ્વભાવ) ધર્મ તે નિશ્ચયથી નિશ્ચય ધર્મ છે. ક્ષમાદિ દશ પ્રકારને યતિધર્મ તે નિશ્ચય શુદ્ધિના ઘરને વ્યવહાર ધર્મ છે એમ જાણવું. અત્રે એ ખાસ જણાવવું જરૂરી છે કે કેટલાક એકાંત નિશ્ચયનયના સ્વરૂપને જ શુદ્ધ સમજે છે. તેવા એકાંત નિશ્ચય સ્વરૂપમાં આગ્રહી, મિથ્યાષ્ટિ આત્માઓ બીજા નયના સ્વરૂપને અ૫લાપ અને તિરસ્કાર કરીને અન્ય ભેળા–અજ્ઞાની જીવોને ઉન્માર્ગે પ્રવર્તન કરાવતા હોય છે. તેમ છતાં દષ્ટિ રાગે અંધ બનેલા જીવમાં કેવળ નિશ્ચયનયના સ્વરૂપનું શુષ્કજ્ઞાન માત્ર પ્રવર્તતું હોવા છતાં તેઓ પોતાને મહાનધમી સમજીને મિથ્યાભાવમાં રાચતાં હોય છે. આ સંબધે શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવેલ છે કે –
'जइ जिणमयं पवज्जइ ता-मा व्यवहार निच्छाए मुयह । इक्केण विणा तिथ्यं छिज्जइ अन्नेण उ तच्चं ।'
અર્થ : જો તું શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞામાં રહેવા ઈચ્છતા હોય તે વ્યવહાર ધર્મ કે નિશ્ચય ધર્મ એ બંનેમાંથી કેઈ એકને પણ તું છોડીશ નહિ કેમકે વ્યવહારને અપલાપ કરવાથી તીથને નાશ થશે અને નિશ્ચય સ્વરૂપને અ૫લાપ કરીશ તે તારા આત્માના (તત્વરૂ૫) કલ્યાણ તું જ નાશ કરવાવાળા થઈશ. આટલા માટે તે સૂત્રકારે પ્રથમ ઉત્તમ શબ્દ આ સાથે જોડેલ છે. આથી વળી એ પણ સમજાય તેમ છે કે ગુતિ સમિતિ અને પરિષહ સહન કરવા તે વ્યવહારથી દ્રવ્યધર્મ છે. જ્યારે દશવિધ યતિધર્મ ભાવના અને ચારિત્ર એ વ્યવહારથી ભાવધર્મ રૂપ છે. વળી પૂવે જણાવેલ ૫૦ ભેદથી એ વધુ સ્પષ્ટ થઈ જાય છે કે પાછળના બે બેઠવા દશ પ્રકારનો વતિધર્મ તે નિશ્ચયથી ભાવધર્મ છે.
સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી તે નિશ્ચય શુદ્ધતાને સાધક વ્યવહાર ધર્મ છે, અને પછવ નિકાયના જીવોનું રક્ષણ કરવું (એટલે તેમના દ્રવ્યપ્રાણે તેમજ ભાવપ્રાણેના ઘાત-ઉપઘાત ન થાય એ રીતે જીવન જીવવું) તે વ્યવહારથી વ્યવહાર ધર્મ છે. ઉપર મુજબ ચારે પ્રકારના ધર્મ તત્વને નયસાપેક્ષ વિચારવાથી તત્વતઃ ધર્મતત્વ સંબંધે અવિરૂદ્ધતા પ્રાપ્ત થશે. અન્યથા વિસંવાદી ભાવે આત્મામાં અનેક પ્રકારની ભ્રાંતિઓનું સર્જન થયા કરશે.
વળી પણ નિશ્ચય વ્યવહાર સાપેક્ષ તેમજ દ્રવ્ય ભાવ સાપેક્ષ પ્રમાણુ ધર્મનું વરૂપ જણાવતાં થકા શાસકારેએ જણાવ્યું છે કે – __'धम्मो मंगल मुक्कीटु अहिंसा संयमा तवा'
અર્થ : અહિંસા, સંયમ અને તપ એ ત્રણ ઉત્કૃષ્ટ ભાવે મંગલકારી ધર્મ છે. આ જાણ્યા પછી પણ જેઓ પિતાના હિત-મંગલ અર્થે અન્યત્ર, અન્યથા ફાંફા મારે છે, તેઓને શ્રી જૈન દર્શનના તત્વ શ્રદ્ધાનથી રહિત જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org