________________
૧
ઉપર જણાવેલ હશે યતિ ધર્મો તે શુદ્ધાશુદ્ધ પાંચ-પાંચ પ્રકારે પ્રવર્તતા હોવાથી તેના કુલ ૫૦ ભેદોનું વિસ્તારથી સ્વરૂપ ગુરૂગમથી અવશ્ય અવધારવું.
પ્રથમ ક્ષમા ધર્મના પાંચ ભેદ (૧) અપકાર ક્ષમા (૨) ઉપકાર ક્ષમા (૩) વિપાક ક્ષમા (૪) ધર્મ ક્ષમા (૫) સહજ ક્ષમા.
(૧) પિતાને વધુ નુકશાન થશે તેમ જાણ ક્ષમા ધારણ કરવી તે અપકાર ક્ષમા. - (૨) પિતાના ઉપકારી ઉપર ક્રોધ નહિ કરતાં ઉપકારના વશે ક્ષમા ધરવી તે ઉપકાર ક્ષમા.
(૩) ક્રોધ કરવાથી લોકોમાં લઘુતા થશે અથવા નરક-તિર્યંચ ગતિના દુખે ભેગવવા પશે. એમ વિચારી ક્ષમા ધારણ કરવી તે વિપાક ક્ષમા.
(૪) ધર્મ ક્ષમા-આત્માને ધર્મ તે પિતાના આત્મ-ધર્મમાં રહેવું તે છે એમ જાણીને ગમે તેવા સહેતુક યા નિહેતુક પ્રતિકૂળ પ્રસંગોમાં ક્ષમા ધારણ કરવી તે.
(૫) ગમે તેવા પરિષહ યા ઉપસર્ગ કાળે પણ ક્રોધાદિ આવેશ ન જ આવે તે સહજ ક્ષમા.
ઉપર જણાવ્યા પ્રમાણે છેલલા બ્રહ્મચર્ય ધર્મના પાંચ જે નીચે મુજબ જાણવા.
(૧) અપકાર થવાના ભય-હેતુથી, બ્રહ્મચર્ય પાળવું તે. જેમકે રાગાદિના ભયથી બ્રહ્મચર્ય પાળવું તે.
(૨) શરીરને ઉપકાર થવાના ઉદ્દેશથી બ્રહ્મચર્ય પાળવું તે. જેમકે નિરોગી થવા માટે ડોકટર-વૈદ્યની આજ્ઞા મુજબ અમુક વખત બ્રહ્મચર્ય પાળવું તે.
(૩) મિથુનના સેવનથી આલેકમાં તેમજ પરલોકમાં કહુ-વિપાકે ભેગવવા પડશે એમ જાણીને બ્રહ્મચર્ય પાળવું તે.
(૪) આત્માને ધર્મ તે આત્માના પિતાના જ્ઞાનાદિ ગુણ ધર્મોને ભેગ-ઉપલેગ કરવાનું છે, એમ જાણ પર-પુદ્ગલ દ્રવ્યના ભેગથી અળગા રહેવું તે.
(૫) આત્માના આત્મભાવમાં–આત્મરમણી બનવું તે સહજ બ્રહ્મચર્ય ધર્મ જાણો.
વિશેષ ગીતાર્થ ગુરૂગમથી જાણી લેવું. કેમકે પ્રથમના ત્રણ પ્રકારવાળો દશ પ્રકારને ધર્મ આત્મશુદ્ધિને હેતુ બનતો નથી. જયારે પાછળના બે ભેવાળ દથવિધ યતિધર્મ તે આત્મશુદ્ધિ રૂપ છે. વળી વિશેષમાં જણાવવાનું કે પાછળના બે પ્રકારને દશવિધ યતિધર્મ તે જે આત્માએ નિશ્ચયશુદ્ધિ પ્રાપ્ત કરી હોય છે, તેના વ્યવહાર સ્વરૂપવાળે છે એમ જાણવું. આ માટે કહ્યું છે કે
'धम्मो वत्थुसहावा, क्षमादिभावो य देसविही धम्मो । रयणत्रयं च धम्मो, जीवाणं रक्खणं धम्मो ।'
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org