________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર–અધ્યાય નવ (૯)
નાશવ-નિરોધ: સંવર: છે ?
અત્રે આશ્રવતત્વ સ્વરૂપે, આત્માનું જે યોગ (મન-વચન-કાયાગની પ્રવૃત્તિ) સ્વરૂપ તેમજ ચિત્ર-વિચિત્ર કષાય વરૂપને પૂર્વે પુયબંધ તેમજ પાપબંધના હેતુ સ્વરૂપે, તેના બેંતાલીસ (૪૨) ભેદોથી વિસ્તારપૂર્વક જે છઠ્ઠા અધ્યાયમાં જણાવેલું છે. તેને એટલે તે આશ્રવ (ક્રમનું આવવાપણું) તત્વને, ફેકવા રૂપે આત્મશુદ્ધિ માટે સૌ પ્રથમ અનિવાર્ય આવશ્યક એવા, સંવર તત્વને, શાસ્ત્રાનુસારે, સૂત્રકાર સત્તાવન (૫૭) ભેદથી જણાવે છે. સૂત્રકારના વચનોને, જેઓ પોતપોતાના જાભ્રિમથી ગ્રહણ કરે છે. અને અનેક પ્રકારની ભ્રાંતિઓમાં પોતે ફસાય છે. અને બીજા અજ્ઞાની છને ફસાવે છે, તેઓએ છઠ્ઠા અધ્યાયના આઠમા સૂત્રમાં આશ્રવ તત્વના હેતુ સંબંધે, જે કવિ વીવા વા' સૂત્ર આપ્યું છે, તેને સંવિઝ પાક્ષિક ગીતાર્થ ગુરૂ પાસેથી યથાર્થ અવિરૂદ્ધ ભાવે સમજી લેવાની જરૂર છે કેમકે જીવ આશ્રવ કર્તા છે, અને અજીવ આશ્રવમાં સહાયક છે. આ જ રીતે શાસકારોએ આશ્રવને રોકવા માટે પણ દ્રવ્ય સંવર તેમજ ભાવ સંવરનું સ્વરૂપ જણાવ્યું છે. તેમાં
(૧) વેગ પ્રવૃત્તિને રોકવારૂપ (નિરોધ કરવારૂપ) આત્મ પરિણામ તેને દ્રવ્ય સંવર જાણ. દ્રવ્યસંવરનું વ્યવહારનયનું સ્વરૂપ ૭મા અધ્યાયથી જણાવેલ છે.
(૨) કષાય પરિણામને રોકવારૂપ આત્માને મેહનીય કર્મ સંબંધે ઉપશમક્ષ પશમ તેમજ ક્ષાયકભાવ રૂપ જે વિશુદ્ધ પરિણામ, તેને ભાવ સંવર જાણ (આ ત્રણે ભાવમાં ભાવશુદ્ધિની તરતમતા રહેલી છે. તેને પૂર્વે જણાવી ગયા છે ) ઉપર જણાવેલા બંને દ્રવ્ય સંવર અને ભાવસંવર તત્વના છે કે અનેક ભેદ થઈ શકે છે. તથાપિ શાસ્ત્રમાં તેના ચૌદ (૧૪) ગુણસ્થાનક ભેદથી ચૌદ ભેદે જણાવ્યા છે, તેમાં જે-જે ગુણ સ્થાનકે જેટલી જેટલી દ્રવ્ય સંવરતા તેમજ ભાવ સંવરતા વડે, જે બંધ વિચ્છેદતા પ્રાપ્ત થાય છે તેનું વિસ્તારથી સ્વરૂપ કર્મગ્રંથથી જાણી લેવું
આથી વળી એ પણ સ્પષ્ટ સમજી લેવું જરૂરી છે કે જ્યાં સુધી આશ્રવ (કર્મનું આવવા પણું અર્થાત્ કર્મબંધ) ચાલુ હોય ત્યાં સુધી સંવર ન જ હેય તેમ સમજવાનું નથી, પરંતુ જે ભાવે જેટલો આશ્રવ રોકવામાં આવ્યો હોય તે ભાવે અર્થાત્ તથારૂપ સંવર તત્વ વડે, તે છવ નિર્જ રાત્તત્વના ભાવથી અર્થાત તપરૂપ (ત્યાગ) પરિણામે કરીને પૂર્વસંચિત કર્મોને ક્ષય પણ કરી શકે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org