SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ મૂળ પ્રકૃતિ સિવાય ઉત્તર પ્રવૃતિઓનું સંક્રમણ થઈ શકે છે, તેમ છતાં દર્શનમેહનીય, ચા પત્ર મેહનીય તેમજ સમ્યકત્વ મેહનીય, મિથ્યાત્વ અને આયુષ્ય કર્મમાં સંક્રમણ થતું નથી, જે કે અપવર્તન તે સર્વ પ્રકૃતિઓમાં છવ કરી શકે છે. (૫) ઉદવર્તનો કરણથી છવ પૂર્વે બાંધેલા કર્મોમાં સ્થિતિ રસમાં વધારો કરે છે. (૬) અપવર્તનો કરણથી જીવ પૂર્વે બાંધેલા કર્મોમાં સ્થિતિ રસને ઘટ ડે કરે છે. (૭) ઉદીરણા કરણથી છવ, પૂર્વે બાંધેલા કર્મોને ઉદયકાળ (ઉદયાવલિકામાં આવ્યા પહેલાં) આવ્યા પહેલાં, જે કર્મોને ઉપરની સ્થિતિમાંથી બે ચી લાવીને (ઉયાવલિકામાં લાવી) વહેવા ભેગવવા ગ્ય કરે છે. (૮) ઉપશમનાકરણ: આ કરણ વિશેષથી જીવ સત્તામાં રહેલા કર્મોને તથા સ્વરૂપે, ઉદયમાં આવતા રોકીને, તેમાંથી સ્થિતિ–રસને ઘટાડો કરી, તેને માત્ર પ્રદેશદયથી ભોગવવા યોગ્ય કરે છે. ભિન્ન-ભિન્ન જીવને બિન-ભિન્ન સ્વરૂપે કર્મો કરતાં અને કર્મો ભગવતાં જોઈએ છીએ, તે સઘળુંએ કર્મો બાંધ્યા પછી તે જીવે ઉપરના આઠ પ્રકારના કરણ વિશેષથી કરેલા ફેરફાર સહિત ઉઠયાવલિકામાં આવેલ કર્મોને વિપાક જાણો, ઉદયાવલિકામાં આવેલ કમમાં જીવ કેઈ ફેરફાર કરી શકતો નથી. તેને તથા સ્વરૂપે તે જીવને ભેગવવું જ પડે છે. વિશેષ સ્વરૂપ કર્મગ્રંથ આદિ ગ્રંથાથી જાણી લેવું. स-यथानाम ॥ २३ ॥ દરેક કર્મ તેના નામ મુજબ જીવને વિપાક (કળ) આપતું હોય છે એટલે કે જ્ઞાનાવરણીય કર્મ જીવના જ્ઞાનગુણને આવૃત્ત કરે (ઢાંકે) છે. દર્શનાવરણીય કર્મ : જીવના દર્શન ગુણને (ઢાંકે) આવૃત્ત કરે છે. પ્રત્યેક સેકનું જ્ઞાન-સામાન્ય સ્વરૂપથી યા વિશેષ સવરૂપથી જીવ કરે છે તે માટે ઉપરના બને ભેદે મુખ્ય પણે જ્ઞાન ગુણને આવૃત્ત કરનાર સમજવાના છે. વેદનીય કમ : આ કર્મ જીવને મુખ્ય ગુણ જે પોતાના સ્વગુણ-પર્યાયમાં અવ્યાબાધ પણે પરિણામ પામી તેનું વેદન (આસ્વાદન) કરવાનું છે. તેને આવૃત્ત-કરીને, આ વેદનીય કમ–પરપુગલ ધર્મના સંગ-વિયેગનું વેદન કરાવી સુખ-દુઃખ ઉપજાવે છે. આ રીતે આ કર્મ ભેગવાય છે. મેહનીય કર્મ: મેહ ઉપજાવે છે એટલે આત્મતત્વ અને જડતત્વમાં ભ્રાંતિ ઉપજાવી સ્વ–પરના વિવેકનું ભાન ભૂલાવી, આત્માને જડતત્વના ભેગ-ઉપગ તરફ આકષી, તેને શુભાશુભ સંગ-વિયેગમાં, રતિ–અરતિ ઉપજાવી, રાગ-દ્વેષ કરાવે છે. આયુષ્ય કર્મ: જે ગતિમાં જીવ ઉત્પન થયે હેય (જન્મ પામ્યો હોય) તે ગતિમાં તે જીવને આયુષ્ય પર્યત (જેલની માફક) તે ગતિ-સ્થિતિમાં રહેવું પડતું હોય છે. Jain Educationa interational For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005334
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorShantilal Keshavlal Pandit
PublisherPandit Shantilal Keshavlal
Publication Year1982
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy