________________
સર્વજ્ઞ અને સર્વશી શ્રી જિનેશ્વર ભગવતેએ જણાવ્યું છે કે વ્યવહારનય (લેક પ્રસિદ્ધ અર્થ) થી સંસારી સશરીરી જનું જીવન લક્ષણ કર્માનુસારીતાએ નીચે મુજબનું હોય છે.
વ વર્મ પતિ રામા, સ્વયં તરઃ મનુ स्वयं भ्रमति संसारे, स्वयमेव विनश्यति ॥ यः कर्ता कर्म भेदानां, भोक्ता कर्म फलस्य च । સંત નિતા–સહારાનાપુરક્ષા !''
અર્થ : પ્રત્યેક આત્મા પોતે કષાય પરિણામે કરી, તેમજ યોગ પ્રવર્તન કરીને કર્મ (બાંધે છે) કરે છે, પોતે બાંધેલા (કેરેલા) કર્મના ફળને પોતે (અવશ્ય) ભોકતા બને છે. કર્માનુસારે જીવને (આત્માને) ચાર ગતિરૂપ સંસારમાં જન્મ-મરણ સ્વરૂપે ભ્રમણ કરવું પડે છે, પોતે જ પોતાના બાંધેલા કર્મનો સર્વથા ક્ષય કરીને, સર્વથા બંધન મુકત થઈ, સિદ્ધગતિને પ્રાપ્ત કરી શકે છે.
આત્મા અનેકવિધ (સામાન્યથી અષ્ટપ્રકારે) કર્મને બંધ કરે છે, અને તેના ઉદયકાળે તથા સ્વરૂપે તેને વિપાક (અનુભવે) ભગવે છે, કર્મના ઉદયાનુસારે જન્મ-મરણ કરતે થકે, વળી એક સ્થાનેથી બીજા સ્થાને જીવ સંચરે (ભટકે) છે, તેમજ પોતે બાંધેલા કર્મને ક્ષય પણ પોતે જ કરે છે, આ સંસારી આત્માનું વ્યવહાર નય દષ્ટિએ લક્ષણ જાણવું. આ સાથે શુદ્ધનિશ્ચય નય (શુદ્ધ-એકત્વભાવે) દષ્ટિએ આત્માનું લક્ષણ નીચે મુજબ જણાવેલ છે.
नाणं च दसण चेव, चरित च तवा तहा । वीरीय उव-ओगोयं, एवं जीवस्स लक्षण ॥
પ્રત્યેક આત્મતત્વઃ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને ઉપયોગ સ્વભાવી છે કેઈપણ જીવ આ સ્વભાવથી ધર્મથી કયારેય રહિત હતું નહિ, છે નહિ અને હશે પણ નહિ પરંતુ જે-જે જીવે પિતાના તે-તે સ્વભાવગુણ-ધર્મ ઉપર લાગેલા જેટલા જેટલા કર્મોને ક્ષપશમ યા ક્ષય કરેલો હોય છે. તે થકી તે ભાવે, તે આમા પિતાના આત્મગુણમાં રમણતા (સ્થિરતા) પ્રાપ્ત કરી શકે છે.
ઉપરની હકીકતથી એ સ્પષ્ટ સમજાય છે કે કોઈપણ આત્માને કેઈપણ અન્ય આત્મા સુખ-દુખ યા તેના કારણે (સાધને) આપનાર નથી. પરંતુ પોતે જ પોતાના કર્મોદય પ્રમાણે તથાવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવને પ્રાપ્ત કરે છે, બીજુ જેઓ સંસારી આત્માને કેવળ શુદ્ધ-નિરંજન-નિરાકાર માની કર્મ બંધ વગરને માને છે. તેઓએ પણ પિતાની ભ્રાંતિ દૂર કરવી જરૂરી છે તેમજ વળી જેઓ સદાકાળ આત્માને કર્માધીનપણે
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org