________________
૧૪
(૭) ગોત્ર કર્મ ઃ આત્મા તત્વતઃ શુદ્ધ-બુદ્ધ-નિરંજન–નિરાકાર હોવા છતાં સંસારી જીવને કર્મ પ્રમાણે આ સંસારમાં જન્મ-જીવન અને મરણની પ્રાપ્તિ થતી હોય છે. જે પ્રત્યક્ષ અવિરોધી છે. આ સાથે ગોત્ર કર્મના ઉદય પ્રમાણે જીવને ઉચ્ચ યા નીચ સ્થાનમાં જન્મ પામનાર જીવને મોટા ભાગે ઉત્તમતા પ્રાપ્ત કરવામાં અનેક વિદને થતાં હોય છે.
જ્યારે ઉચ્ચ સ્થાનમાં પ્રાપ્ત કરનાર આત્માને ઉત્તમતા પ્રાપ્ત કરવા માટે અનેકવિધ અનુકૂળતાઓ પ્રાપ્ત થતી હોય છે.
(૮) અંતરાય કમ : આ કર્મને ઉદય જીવ પોતાની છાતી અનેક પ્રાપ્ત શક્તિઓએ પણ તેને ઉપયોગ કરવામાં વિદનભૂત થતું હોવાથી આત્મા પિતાની તથા રૂ૫ શક્તિસંગના પ્રવર્તનને લાભ મેળવી શકતું નથી.
पञ्चनवद्वायष्टाविंशतिचतुद्विचत्वारिशदद्विपञ्चभेदा यथाक्रमम् ॥ ६ ॥
ઉપર જણાવેલ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોના અનુક્રમે પાંચ, નવ, બે અઠ્ઠાવીશ, ચાર, બેંતાલીસ, બે અને પાંચ ભેદનું સ્વરૂપ શાસ્ત્રોમાં જણાવેલ છે. વળી તેમાં વિશેષ સમજણ માટે અનેકવિધ-વિવિધતાવાળું સ્વરૂપ પણ કર્મ ગ્રંથાદિ ગ્રંથમાં વિસ્તારથી જણાવેલ છે. અત્રે તેઓનું કિંચિત્ સ્વરૂપ જણાવાય છે.
मत्यादीनाम् ॥ ७ ॥
પ્રત્યેક આત્મામાં સમસ્ત યને આત્મ પ્રત્યક્ષ ભાવે જોવાની જ્ઞાનશક્તિ રહેલી છે. પરંતુ આ જ્ઞાન (શક્તિ) ગુણ ઉપર પાંચ પ્રકારના કર્મોના આવરણે (ઢાંકણે) લાગવાથી તે જ્ઞાન (શક્તિ) ગુણ દબાઈ ગયેલ છે. પરંતુ જ્ઞાન એ આત્મ દ્રવ્યને સ્વ-રવભાવ હેવાથી કઈ પણ કાળે કંઈનાથી પણ તે સર્વથા દબાઈ કે નષ્ટ થઈ શકે તેમ નથી. આથી દરેક જીવમાં આવરણને દૂર કરાયેલ (ક્ષપશમ પ્રમાણે) જ્ઞાનગુણ લબ્ધિ અવશ્ય હોય છે. આ મૂળ જ્ઞાનગુણ લબ્ધિ જે જે રીતે પ્રવર્તે છે. તે તે સંબંધેને લઈને અર્થાત્ તેને આવરક કમેને જણાવવા પૂર્વક શાશમાં તેના પાંચ પ્રકારે નીચે મુજબ જણાવેલા છે
(૧) મતિજ્ઞાનાવરણીય કર્મ પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠા મન દ્વારા જે જે જ્ઞાન થઈ શકે છે. તે જ્ઞાન શક્તિને રોકનારૂં કર્મ તે મતિજ્ઞાનાવરણીય.
(૨) અતજ્ઞાનાવરણીય કર્મ : કેઈપણ પદાર્થ (દ્રવ્ય) ને તેના ગુણ પર્યાય વિશેષથી ઉપદેશ કે આદેશાત્મક (શબ્દ દ્વારા) જાણવાની શક્તિને ઢાંકનાર (આવારક) કર્મ તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ જાણવું.
(૩) અવધિજ્ઞાનાવરણીય કર્મ આ કર્મો તે જગતના સમસ્ત-રૂપી યાને વર્ણગધ-રસ–સ્પર્શયુકત (પુગલ) સમસ્ત દ્રવ્યને આત્મ પ્રત્યક્ષ ભાવે જોવાની આત્માની શક્તિને આવારક કમ તે અવધિજ્ઞાનાવરણીય કર્મ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org