________________
૧૪૬
અનુસાર તે જીવ શેયને જાણી શકે છે. જ્ઞાનાવરણીય કર્મોને સર્વથા ક્ષય કરવા વડે જીવ કેવળજ્ઞાનની પ્રાપ્તિ વડે સર્વજ્ઞ અને સર્વદેશી બની શકે છે.
(૨) દર્શનાવરણીય કર્મ : પરમજ્ઞાની પરમાત્માઓએ પ્રત્યક્ષ જ્ઞાનથી પ્રકાશેલ છે કે પ્રત્યેક પદાર્થ સામાન્ય વિશેષ સ્વરૂપથી અનેક સ્વરૂપ છે તે માટે તેને યથાર્થ અવિરૂદ્ધ જાણવા સંબંધી જ્ઞાન પણ સામાન્ય તેમજ વિશેષ સ્વરૂપી એમ બને ભાવ સ્વરૂપવાળું હોય છે. તેમાંથી પ્રથમનું જે સામાન્ય બેધજ્ઞાન તે પ્રત્યેક સંસારી આત્માને પ્રથમ દર્શનાવરણીય કર્મના ક્ષપશમાનુસારે થાય છે. જેના ત્રણ ભેદ છે અને ચેાથો ભેદ તે ક્ષાપક ભાવે પ્રાપ્ત થતું હોય છે. તે ઉપરાંત ઉપરની ત્રણ ક્ષયોપશમિક-(પાસ) શક્તિને પણ જે આવૃત કરે છે તેના વળી બીજા નિંદ્રાદિ પાંચ ભેદ છે. તે સર્વે મળી દર્શનગુણ (સામાન્ય બંધ પ્રાપ્ત કરનાર) છે. તેને અવૃત કરનાર (ઢાંકનાર) દર્શનાવરણીય કર્મના (૯) ભેદ શાસ્ત્રમાં નીચે મુજબ જણાવેલ છે. (૧) ચક્ષુ દર્શનાવરણીય (૨) અચક્ષુ દર્શનાવરણીય (૩) અવધિ દર્શનાવરણીય (૪) કેવળ-દર્શનાવરણીય (૫) નિદ્રા (૬) નિંદ્રા-નિદ્રા (૭) પ્રચલા (૮) પ્રચલા-પ્રચલા (૯) શિશુદ્ધિ.
(૩) વેદનીય કર્મ ઃ જે કર્મ અન્ય સંક્ષિણ યા અસંશ્લિષ્ટ સંબંધનું આત્માને સંવેદન (સુખ દુઃખરૂપે) ઉપજાવે છે, જે મુખ્ય પણે મિથ્યાદષ્ટિ જીવને સંહનું કારણ બને છે. જ્યારે સમદષ્ટિ જીવને આત્મભાવમાં સ્થિર થવા માટે પ્રેરક બને છે.
(૪) મોહનીય કર્મ : આ મેહનીય કર્મ સૌ પ્રથમ તો આત્માને આત્મભાન ભુલાવી પર દ્રવ્યના સંગ-વિયેગમાં મૂઢ બનાવે છે. જેમાં પ્રથમ દર્શન મેહનીય (મિથ્યાત્વ મેહનીય) કમને શાસ્ત્રકારોએ મુખ્ય જણાવેલ છે. તે સાથે બીજું ચારિત્ર મેહનીય કર્મ જેના ઉદયે છવને સેળ (૧૬) પ્રકારને કષાય ભાવ તેમજ નવ પ્રકારના નેકષાયના પરિણામ થાય છે. જેથી સંસારી જીવ આત્માર્થ સાધવાથી વિમુખ થાય છે.
(૫) આયુષ્ય કર્મ : આ આયુષ્ય કર્મ દરેક સંસારી જીવ આખા ભવ પ્રમાણ કાળમાં ફક્ત એક જ વાર બાંધે છે, અને જેટલું આયુષ્ય બાંધ્યું હોય છે એટલે જ કાળ તે અન્ય (ફક્ત તે પછીના બીજા) ભવ સંબંધી જીવન જીવી શકે છે, તેથી વધુ કાળ તે જીવી શકતું નથી. હા, ઉપક્રમાદિ નિમિત્તે આયુષ્ય ઘટી જાય ખરૂં! પરંતુ વધે તે નહી જ,
(૬) નામ કર્મ ઃ આ નામ કર્મના ઉદયે જીવના નર-નાક-દેવ-મનુષ્યાદિ નામે પડે છે. તે સાથે તેની અનેકવિધ વિચિત્રતા સાથે તેના બીજા પણ અનેક (નામ) સ્વરૂપ-શાસ્ત્રમાં જણાવ્યા છે જે કે તત્વતઃ તે આત્મા–અરૂપી અનામી છે. તેથી તેના જેટલા પણ સંબધે જે જે નામ પડાય છે. તે નામ કમના ઉદયને પરિણામ જાણવો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org