________________
૧૩૪
ઉપર જણાવેલ પાંચ પ્રકારથી સ્થૂલ થકી પરિગ્રહ વિરમણ વ્રતમાં અતિચારો લાગે છે. સર્વ પ્રકારના અતિચારેને નિંદી–ગહીને તેમજ આલોયણું લઈને આત્માએ શુદ્ધ થઈ વ્રતમાં સ્થિર થવું જરૂરી છે. અન્યથા વ્રતભંગને દોષ લાગે છે. વળી પરિગ્રહવ્રતના દોષથી બીજા હિસાદિ ચારે દેશે પણ લાગે છે એમ જાણવું. કેમકે પરિગ્રહ માટે આરંભાદિ તેમજ સંરક્ષણ માટે પણ અનેક દોષ સેવવા પડે છે. આનું મુખ્ય કારણ વિષય-તૃષ્ણ છે. તે માટે વ્રતધારી ચરિત્રગુણના અભિલાષી આત્માઓએ સૌ પ્રથમ વિષય-કષાયથી વિરમવા પ્રયત્ન કરવો અનિવાર્ય–આવશ્યક છે. જેથી વ્રત સુખે-નિરતિચારપણે પાળી શકાય. આ માટે કહ્યું છે કે
जह जह पुग्गल भोगा, तह तह वड्ढइ विसयंपि कसाइ इंदिय सुहा दुहा खलु, अग्गिज्जा तओ विरत्ताणं ॥१॥ વળી બીજા અંગસૂત્ર (સૂરzi) માં પણ કહ્યું છે કે – चितमंतम चित्तं वा परिगिज्ज किसामपि अन्नवा-अणुजाणाइ, एवं दुक्खाण मुच्चइ ॥२॥
અર્થ: (૧) આમા જેમ જેમ પાંચે ઈન્દ્રિયોના વિષયો ભેગવે છે. તેમ તેમ તેનામાં તે તે વિષય ભેગની તૃષ્ણા અને કષાય ભાવની વૃદ્ધિ થાય છે. આથી ઈન્દ્રિયોનું સુખ ખરેખર તો આત્માને દુખ આપનાર છે. એમ જાણી, આત્મદશી આત્માઓ ત્રિરતિભાવ વડે તેનો ત્યાગ કરે છે.
(૨) વળી પરિગ્રહના સંબંધમાં કહ્યું છે કે—
જે કઈ આત્મા સચિત્ત વસ્તુને એટલે સ્ત્રી-પરિવાર આદિને તેમજ અચિત્ત ધન-ધાન્યાદિને કિંચિત્ માત્ર પણ પરિગ્રહ (મૂછો રાખે છે. તેમજ બીજા પાસે રખાવે છે, તેમજ પરિગ્રહ રાખનારને સારા, ઉત્તમ આત્માઓ સમજે છે તે આત્મા દુઃખ (સંસારના બંધન) થી મુકાતું નથી, છુટી શકતું નથી.
उर्ध्वाधस्तिर्यग् व्यतिक्रम क्षेत्रवृद्धि स्मृत्यन्तर्धानानि ॥२५॥ आनयन प्रेष्यप्रयोग शब्द रुपानुपात पुद्गल क्षेपाः ॥ २६॥ कन्दर्प कौत्कुच्य मौखर्याऽसमीक्ष्याऽधिकरणाप भोगाधिकत्वानि ॥ २७ ॥ योग दुष्प्रणिधाना ऽनादर स्मृत्यनुप स्थापनानि ॥ २८ ॥ હવે છઠ્ઠી વિશિ પરિમાણ વ્રતના પાંચ અતિચારે જણાવે છે.
(૧) ઉદર્વ દિશામાં જવાનો નિયમ એટલે મૂળ જમીન થકી ઉપર જવા સંબંધી મર્યાદાનો ભંગ કરી ઉર્વ દિશામાં જવું તે.
(૨) મૂળ જમીન થકી નીચે જવાની મર્યાદા (નિયમ) ને ભંગ કરે તે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org