________________
૧૩૧ બારતમાં પ્રથમના પાંચને સ્થૂલ થકી અણુવ્રતોને વ્રતરૂપે પાળવાના છે. જ્યારે પાછળના ત્રણ ગુણ વ્રતને અણુવ્રતની શુદ્ધિ અર્થે સેવવાના છે, તેમજ ચાર શિક્ષાત્રતાને પણ વ્રતની પુષ્ટી અથે-શીલગુણરૂપે આદરવાના છે, અત્રે તે બારવ્રતના સામાન્યથી જે પાંચ-પાંચ અતિચારો જણાવવામાં આવેલ છે તેને વ્રતધારી આત્માએ ત્યાગ કરવાનો છે. અને જે તે અતિચારનું આચરણ થયું હોય તે તેને વિવેકપૂર્વક આલેયીને શુદ્ધ થવાનું છે જે ખૂબ જ જરૂરી છે. નહિતર વ્રતભંગનો દોષ લાગે છે. અને તેથી ચારિત્રગુણ ખંડિત થાય છે. આ સંબંધે વિશેષે એ સમજવું જરૂરી છે કે આત્મામાં જેમજેમ ચારિત્રગુણની વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ તે આત્મામાંથી વિષયકષાયાદિ દેશો ઘટતા જાય છે છેવટે સર્વથા મેહને ક્ષય થતાં તે આત્માને કેવળજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. અને અંતે સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. પ્રથમ સ્કૂલ હિંસાની વિરતીરૂપ વ્રતના મુખ્ય પાંચ અતિચારે નીચે મુજબ જાવા.
(૧) કેઈપણ જીવને તેના ઈચ્છિત સ્થાનમાં જતાં અવરોધ તે બંધન. (૨) કેઈપણ જીવને માર મારવ યા તેના જીવિતવ્યને સંપૂર્ણ ઘાત (નાશ) કરે
તે વધ,
(૩) કોઈપણ જીવના આંખ-કાન-નાક તેમજ હાથ-પગ આદિ અવયવો કાપી નાંખવા અથવા દવા તે છવિ છે.
(૪) કેઈ પણ જીવ (મનુષ્ય-કે પ્રાણી) ઉપર વધુ પડતો ભાર લાદ તે અતિભારાપણું.
(૫) કેઈ પણ જીવ (મનુષ્ય કે પ્રાણી) ને તેના ભેજન તેમજ પાણી પીવા સંબધે અટકાવ યા દૂર રાખવે, તે અન્ન-પાન નિરોધ,
ઉપરના પાંચે અતિચારો ટળીને વ્રતધારી આત્માએ વિશુદ્ધ જીવન જીવવું જોઈએ.
હવે બીજા સ્થલ મૃષાવાદ વિરમણવ્રતના (અસત્ય બલવાના ત્યાગ) સંબધે મુખ્ય પાંચ અતિચારો જણાવે છે.
(૧) જે વસ્તુ જેમ હેય તેમ નહિ જણાવતાં અર્થાત્ કાર્ય-કારણ સંબંધે વિપર્યાસ સર્જી એજલે તેનાથી વિપરીત રૂપે બીજાને જણાવવી તે મિથ્યપદેશ.
(૨) કષાયનેકષાયથી પ્રેરાઈને કેઈ પણ પતિ-પત્ની કે સ્નેહીઓને છુટા પાડવા માટે, તેઓના સંબંધને અયુક્ત સ્વરૂપે પ્રકાશવાં તે રહસ્યાભ્યાખ્યાન.
(૩) બેટા દસ્તાવેજ કરવા, જુઠા આરોપ મૂકવા (નોટીસો આપવી) તે ફલેખક્યિા .
() કેઈની થાપણ (આપણી પાસે મૂકેલી વરતુ) તેને તથા તેના વારસદારને તથા સવરૂપે પાછી ન આપવી તે ન્યાસાપહાર.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org