________________
૧૨૯
(૩) વિતગિરછા - ગુણદોષ સંબધી યથાર્થ વિચારણા કર્યા સિવાય મતિમંદતાએ ' યા ગતાનુગતિએ સાથ-સાધન દાવની શુદ્ધિ વગર શૂન્યમનસ્ક ભાવે તેમજ સંદેહ સહિત
ધર્માનુષ્ઠાન કરવા-કરાવવા તે પણ ઉપરના બંને શંકા-કાંક્ષા દોષયુક્ત હેઈ તેને પણ પરિહાર કરવો જરૂરી છે, કેમકે આ અતિચાર દેષથી સમ્યકત્વ ગુણની હાણ થવાને સંભવ છે.
(૪) શ્રી છનેશ્વર ભગવંત ભાષિત ધર્મથી વિરૂદ્ધ વર્તન કરવાવાળાઓની તેઓના પુણ્ય પ્રકર્ષથી આકર્ષાઈને પ્રશંસા કરવી જોઈએ નહિ
(૫) શ્રી જીનેશ્વર ભગવત પ્રરૂપિત અને પ્રવર્તાવેલા ધર્મથી વિરૂદ્ધ પ્રવર્તન કરનારા એનું આદર-બહુમાન કરવું જોઈએ નહિ કેમકે તેમ કરવાથી સમ્યફવા ગુણને ઘાત થાય છે.
વિશેષમાં જણાવવાનું કે ઉપર જણાવેલ સમ્યક્ત્વ ગુણ સંબંધી પાંચ અતિચાર દમાં બીજા કાંક્ષા દોષ સંબંધી શ્રી ભગવતી સૂત્રમાં પ્રથમ શતક ત્રીજા ઉદ્દેશમાં શ્રી ગૌતમ સ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી મહાવીર સ્વામીજીએ જણાવ્યું છે કે કેટલાક શ્રમણ-નિગ્રંથ મુનિએ પણ નીચે જણાવેલા તેર કારણેથી કાંક્ષા મેહનીય કર્મ વેદે છે.
(૧) જ્ઞાનાંતરથી –મતિ-કૃત-અવધિ-મન પર્યવ અને કેવળજ્ઞાનના પ્રત્યેકના ભિન્નભિન્ન વિષય સંબંધમાં શંકા કરવાથી
(૨) દશનાંતરથી – સામાન્ય જ્ઞાન સંબંધી તેમજ સમ્યકત્વ યુક્ત જ્ઞાન સંબંધી ભેદભેદને સ્પષ્ટ બંધ ન થવાથી–શંકા કરવાથી.
(૩) ચારિત્રાંતરથીઃ- સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્ર ધર્મ સંબંધી તેના ભેદાભેટ સ્વરૂપમાં વિપર્યાય બુદ્ધિ કરવાથી,
(૪) લિંગાંતરથી - જુદા જુદા લિંગ-પહેરવેશ સંબંધી એકાંત કલ્પનાઓ કરવાથી.
(૫) પ્રવચનાંતરથી -ચાર મહાવ્રત અને પાંચ મહાવ્રત સંબંધી આદિ સમાચારી ભેદ પ્રવર્તનમાં વિપર્યાય બુદ્ધિ કરવાથી.
(૬) પ્રવચનાંતરથીઃ- જુદા જુદા સંવિ પાક્ષિક ગીતાર્થ ગુરૂ ભગવંતોએ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવાદિ ભેદથી પ્રરૂપેલ-ઉત્સર્ગ માર્ગ તેમજ અપવાદ માર્ગમાં વિપર્યાસ બુદ્ધિ કરવાથી
(૭) ક૯પાંતરથી - જનકપ તેમજ સ્થવીરકલ્પ આદિમાં વિપર્યાય બુદ્ધિ કરવાથી. (૮) માગતરથીઃ- પૂર્વે ગીતાર્થોએ પ્રવર્તાવેલ માર્ગ પરંપરામાં વિપર્યાય બુદ્ધિ
કરવાથી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org