________________
૧૫
આત્માને સંસારના બંધનથી છોડાવી મોક્ષપદને પ્રાપ્ત કરાવી આપનાર સર્વ પ્રકારને વેગ (સાધના) સર્વ ઉત્તમ આત્માઓને ઈષ્ટ હોય છે.
આ અર્થથી સૂત્રકારે પ્રથમ જણાવ્યું છે કે, सम्यग्दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः
આ મશુદ્ધયર્થે બાહ્ય વ્યવહારથી શ્રી જૈન શાશ્વનને વિષે જે પાંચ પ્રકારના પાપાચારના ત્યાગ માટે જે પાંચ વ્રતનું પાલન કરવાની આજ્ઞા છે. તેનું કિંચિત્ સ્વરૂપ સૂત્રકાર હવે શાસ્ત્રાનુસારે જણાવે છે.
प्रमत्त योगात् प्राणव्यपरोपणं हिंसा ॥८॥ असदभिधान नृतम् ॥ ९॥ સત્તાવારં તે ૨૦ मैथुनम् ब्रह्म ॥ ११ ॥ मूर्छा परिग्रह ॥१२॥ निःशल्यो व्रती ॥ १३॥
પૂર્વ આત્માને સંવરભાવમાં રાખવા માટે જે પાંચ મહાવતે તેમજ અણુવ્રતનું સ્વરૂપ હિંસાદિની વિરતીમાં જણાવ્યું છે તે પાંચે હિંસાદિની પ્રવૃતિનું સ્વરૂપ અત્રે સપષ્ટપણે જણાવેલ છે. જેથી વિરતિવંત આત્માને તે-તે પ્રવૃત્તિથી અળગા રહેવાનું ભાન (ખ્યાલ) રહે.
(૧) આત્મા પાંચ પ્રકારના પ્રમાદને વશ થઈ જે-જે ગપ્રવૃત્તિ કરે છે. તેથી સવ–પર આત્મતત્તવની દ્રવ્યથી તેમજ ભાવથી હિંસા કરે છે. અને તે થકી હિંસા કરનાર આત્માને અનેક પ્રકારને પાપબંધ થાય છે. જેના કટુ વિપાકે તે આત્માને સંસારમાં ભોગવવા પડે છે. જે પ્રત્યક્ષ અવિરોધી છે. પાંચ પ્રકારના પ્રમાદનું સ્વરૂપ જાણી તેથી અળગા રહેવા પ્રયત્ન કરે.
૧. મધ : દારૂડી જેમ પોતાના સ્વરૂપનું ભાન ભૂલી જે ગમે તેમ બકે છે અને અકાર્ય કરે છે તેમ ઉન્માદી આત્મા પણ અકાર્ય કરતે રહે છે જે હિંસા સ્વરૂપ હોય છે.
૨. વિષય : પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસે વિષયમાં આસકત રહેવું તે. જે થકી પણ હિંસા થાય છે.
૩. કષાય : ક્રોધમાન-માયા તેમજ લેભા િભાવ વડે મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવી તે. કેમકે તે થકી પણ હિંસા થાય છે.
૪. નિંદ્રા : અજ્ઞાનપણે તેમજ અજાણપણે જે વેગ પ્રવૃત્તિ કરવી તે પણ હિંસાને હેતુ છે.
૫. વિકથા : આત્મસ્વરૂપને પરભાવમાં લઈ જનારી કથા (વાર્તા) એ કરવી તેને પણ હિંસાને હેતુ જાણવું જોઈએ.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org