________________
૧૨૨ આત્માથી આત્માએ ભિન્ન-ભિન્ન સ્વભાવવાળ આત્માઓ પ્રતિ જે-જે પ્રકારે ચારે ભાવનાવાળો વ્યવહાર કરવો જોઈએ, તેનું સ્વરૂપ નીચે મુજબ ગુરૂગમથી જાણી લેવું જરૂરી છે. જેથી આત્મા સહેજે કલેશ રહિત બની શકશે.
મૈત્રી ભાવના मा कार्षीत्कापि पापानि मा च भूत्कापि दुःखितः मुच्यतां जगदप्ये षा मतिमैत्री निगद्यते યોગ પ્ર. ૪-૧૧૮
પ્રમોદ ભાવના अपास्त शेषदोषाणां बस्तु तत्वावलोकिनाम् गुणेषु पक्षपातो यः स प्रमोदः प्रकीर्तितः
યેગ પ્ર. ૧૧૯ કરૂણા ભાવના दीनेष्वार्तेषु भीतेपु याचमानेपु जीवितम् प्रतीकार परा बुद्धिः कारुण्यमभिधीयते
યોગ પ્ર. ૧૨૦ માધ્યસ્થ ભાવના क्रुर कर्मसु निःशंक देवता गुरु निंदिषु आत्मशसिषु यापेक्षा तान्माध्यस्थ मुदीरितम् યોગ પ્ર. ૧૨૧ जगत्काय स्वभावौ च संवेग वैराग्यार्थम् ॥७॥
અનાદિ કાળથી કર્મસંયોગી આત્મા–પરપુદ્ગલ દ્રવ્યના (કર્માનુસારી) સંયોગે કરી (શરીર ધારણ કરીને) ચારે ગતિમાં, વિવિધ જાતિમાં જન્મ મરણ (અનિચ્છાએ) કરતે થકે, અનેક દુખે ગવતે થકે ભટક્યા કરે છે. જોકે વસ્તુ તવે તે પ્રત્યેક આત્મા પિતપતાના અનંત જ્ઞાનાદિ ગુણે કરી અક્ષય સ્વરૂપી શુદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. તથાપિ કર્માધિનપણે શરીર દ્વારા મેહાધીન થઈને (યોગ દ્વારા) નવા કર્મબંધ કરતો રહે છે. તેથી તે તેનું ભવભ્રમણનું ચક્ર ચાલુ જ રહ્યા કરે છે. તે જે પિતાના શુદ્ધ સ્વરૂપને લક્ષ ધરીને (સંવેગી થઈને) પર-પુગલ દ્રવ્યની ભોગાકાંક્ષા ત્યજીને (વૈરાગી બનીને) પ્રાપ્ત જ્ઞાનાદિ ગુણે વડે પિતાના આત્માને કર્મના બંધનથી મુક્ત કરવાનો પ્રયત્ન (વિરતિભાવ ધારણ) કરીને પિતાના શુદ્ધ સ્વરૂપને ભક્તા બને તે તે આત્મા અવશ્ય મુક્તિના શાશ્વત સુખને ભોક્તા બને છે.
આ માટે કહ્યું છે કે, भिन्नाः प्रत्येक मात्मानो, विभिन्नाः पुद्गला अपि । शून्य संसर्ग इत्येव, यः पश्यति स पश्यति ॥
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org