________________
૧૦
[9] નિર્જરા તત્ત્વ ઉપર નય સપ્ત સંગી (૧) નગમનય દૃષ્ટિએ ઃ આત્મસંયોગી વિવિધ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને કર્મરૂપ
કર્મ પરિણામથી આત્માને અળગે કરવો તે નિર્જરા તરવ. (૨) સંગ્રહનય દષ્ટિએ : આત્માએ પૂર્વે બાંધેલા કર્મોમાં અપર્વતના
કરણ વડે રસઘાત, સ્થિતિઘાતાદિ કરવાં તે નિજરા તત્ત્વ, (૩) વ્યવહારના દષ્ટિએ ઃ કર્મોદયે પ્રાપ્ત ધન, સ્વજન, સત્તા, સંપત્તિ વિગેરે
નવવિધ પરિગ્રહનો ત્યાગ કરવો તે નિર્જરા તત્વ. (૪) ઋજુસૂવનય દષ્ટિએ ઃ દર્શન મેહનીય કર્મના ક્ષય, ઉપશમ કે પશમ
ભાવ વડે, શુદ્ધાત્મ સ્વરૂપનું લક્ષ્ય કરવું તે નિર્જરા તત્વ. (૫) શબ્દનય દષ્ટિએ : પરભાવ પરિણમનમાં, વિરતિ ભાવ ધારણ
કરો તે નિજ રા તત્ત્વ. (૬) સમનિરૂઢનય દષ્ટિએ : મેહનીય કર્મોને ક્ષય, ઉપશમ કે ક્ષયપશમ કર
તે નિર્જરા તત્વ (૭) એવંભૂતનય દષ્ટિએ : આત્માને સમસ્ત પરસગી ભાવથી મુકત કરે તે નિર્જરા તત્ત્વ.
[૮] બંધ તત્ત્વ ઉપર નય સપ્ત ભંગી (૧) નિગમનય દષ્ટિએ ઃ સંસારી આત્માને, પોતાના અસંખ્યાત પ્રદેશ અનંતા
નંત કર્મવર્ગણાઓને જે ક્ષીરનીરવતુ સંબંધ થવે તે બંધ તત્વ છે. (૨) સંગ્રહનય દૃષ્ટિએ આત્માને, ચાર ગતિમાં ભટકાવનાર કર્મસાગ તે
બંધ તત્વ છે. (૩) વ્યવહારનય દષ્ટિએ : આત્માને મોહ પમાડનાર શરીર, સ્વજન
તેમજ ધનાદિનો પેગ તે બંધ તત્વ છે. (૪) ઋજુસૂત્રનય દષ્ટિએ ? આત્મા પ્રતિ સમયે બંધ હેતુતાએ, અનંતાઅનંત
કાર્મણ-વર્ગણાઓને ગ્રહણ કરી, તેને પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ વિભાગે
કરી, આત્માની સાથે ક્ષીર-નીરવત્ સંબંધ પમાડે તે બંધ તવ છે. (૫) શબ્દનય દષ્ટિએ : આત્માના જ્ઞાનાદિ ગુણેને ઘાતક–અહંકાર
તેમજ મમત્વને પરિણામ તે બંધ તત્ત્વ છે. (૬) સમભિરૂઢનય દષ્ટિએ ? પરદ્રવ્ય ઉપર રાગ-દ્વેષાદિને પરિણામ તે બંધ
તત્તવ છે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org