________________
૧૧૫
बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः ॥ १६ ॥ माया तैर्यग्योनस्य ॥१७॥ अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवावं च मानुषस्य ॥ १८ ॥ निःशीलवतत्वं च सर्वेषाम् ॥ १९॥ सरागसंयम-संयमासंयमा-कामनिर्जरा-बालतपांसि देवस्य ॥ २० ॥
ઉપરના પાંચ સૂત્ર આયુષ્યકર્મ બંધમાં જીવ ચારે ગતિમાંથી કઈ ગતિનું આયુષ્ય કેવા કારણથી બાંધે છે તે જણાવે છે. પરભવનું આયુષ્ય કર્મ છવ આખા જીવનમાં માત્ર એક જ વખત એક અંતમુહૂર્ત કાળમાં બાંધે છે. જેને ઉદય ચાલુભવનું આયુષ્ય પૂર્ણ થતાં જે વિગ્રહગતિમાં જ પરભવના આયુષ્યને ઉદય (ભગવટ) શરૂ થઈ જાય છે. જે ગતિમાં જવાનું આયુષ્ય બાંધ્યું હોય તે ગતિમાં જીવને અવશ્ય જવું પડે છે. પરંતુ અન્ય કર્મોની સ્થિતિ અને રસને અનુસાર તે ગતિમાં છવને તેને વિપાક ભોગવવાને હોય છે. આથી આ સંસારમાં જે આત્માએ તીવ્ર કષાયના જોરે-ઘણું આરંભના કાર્યો કરે છે. તેમજ ઘણે-ઘણે પરિગ્રહ (રાગ-મૂછ–મમત્વ) ધરાવે છે તે આત્મા તેથી નરકગતિ આયુષ્યને બંધ કરવાવાળો થાય છે. જે આત્માઓ માયાવી-કપટી જીવન જીવવામાં જ આનંદ અને હર્ષ પામતા હોય છે. તેઓ તિર્યંચગતિનું આયુષ્ય બાંધે છે. જ્યારે જે આત્માઓ અલ્પ-આરભી તેમજ અલ્પ પરિગ્રહી હવા સાથે શાંત (ઉદ્વેગ રહિત) તેમજ સરળ પ્રકૃતિવાળા હોય છે. તેઓ મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. તેમજ વળી જે આત્માએ રાગ સહિત સર્વ સંયમી અથવા તે દેશ સંયમી હોય છે. તેમજ જેઓ અકામ નિર્જરા કરે છે, તેમજ અજ્ઞાનપણે તપાદિ અનુષ્ઠાન કરે છે તેવા જ અવશ્ય દેવલેકનું આયુષ્ય બાંધે છે. જ્યારે વીતરાગ સંયમી અવશ્ય મોક્ષગતિને મેળવવાવાળા થાય છે. વિશેષે જાણવું કે જે ઉપર જણાવ્યા મુજબ પણ સમ્યકત્વ રહિતપણે, શીલતેમજ ગ્રતાદિ અનુષ્ઠાન કરે છે, તેઓ ચારે ગતિમાંથી ગમે તે ગતિનું આયુષ્ય બાંધતી વખતના પરિણામોનુસાર આયુષ્ય બાંધે છે એમ જાણવું. (કેમકે વ્રત-નિયમ વગરના યુગલિક છે દેવગતિનું જ આયુષ્ય બાંધે છે.) જે કે સમ્યફદષ્ટિએ મનુષ્ય સમ્યક્ત્વ હેતે છતે આયુષ્ય બધે તે અવશ્ય વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે. તેમાં સમ્યકત્વ તે આયુષ્ય-બંધને આશ્રવ નથી, પરંતુ દેવગતિનું જ આયુષ્ય બાંધવામાં સહકારી કારણ છે. ઉપર અમેએ સૂત્રપાઠ (૧૯-૨૦) ના અનુક્રમમાં માત્ર ફેરફાર કર્યો છે તેનું કારણ અમેએ હખેલ ભાવાર્થને યથાર્થ સમજવાથી સમજાઈ જશે.
योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ॥ २१ ॥ विपरीतं शुभस्य ॥२२॥
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org