________________
૧૨
અભિન્ન ભાવે આશ્રયિને રહેલા હોય છે એટલે કે એક દ્રવ્યના ગુણે બીજ દ્રવ્યને કયારેય પ્રાપ્ત નથી. જ્યારે પર્યાય સ્વરૂપમાં તે બે દ્રવ્યોના સંયોગીક ગુણ-પરિણમનનું વરૂપ પણ હોય છે. જેમકે ક્રોધ, ભાષા વચને શરીર પરિણમન આદિ પુદગલ અને જીવ બનેના પર્યાય સ્વરૂપ છે. તે કઈ જીવ યા અજીવ દ્રવ્યના પર્યાય સ્વરૂપે નથી. પરંતુ ઉભય દ્રવ્યના પર્યાય સ્વરૂપ છે. આ માટે હવે એકાંત દષ્ટિને પરિહાર કરાવનાર સપ્તભંગીનું સ્વરૂપ જણાવીએ છીએ. (૧) સ્થાત્ અસ્તિ-કેઈપણ દ્રવ્ય (પદાર્થ) સ્વદ્રવ્યપણે વળી સ્વક્ષેત્રે, સ્વકાળે
અને કઈ એક સ્વભાવપણે કથંચિત્ અતિ (સત્ ) સ્વરૂપે લેવાથી કેમકે બીજા અનેક ધર્મોનું તે વખતે તીરે ભાવે અસ્તિપણું રહેલું છે. તે માટે
સ્યા-અતિરૂપ છે. (૨) સ્યાત્ નાસ્તિ -કેઈપણ દ્રવ્ય (પદાર્થ) પરદ્રવ્યપણે તેમજ પરક્ષેત્રે, પરકાળે
અને પરભાવ સ્વરૂપે પણ કથંચિત્ નાતિ (અભાવ) સ્વરૂપે હોવાથી, કારણ કે જે દ્રવ્યમાં જે સ્વરૂપ જે કાળે નથી તે અન્ય કાળે હોઈ શકે છે. તે માટે
સ્થાત્ નીતિરૂપ છે. (૩) સ્યાત્ અસ્તિ-નાસ્તિ-કોઈપણ દ્રવ્ય (પદાર્થ) કથંચિત્ સ્વ-પર-ઉભય
દ્રવ્યના કેઇ એક પર્યાય સ્વરૂપે કથંચિત્ અસ્તિપણે તેમજ નાસ્તિપણે હવાથી પદાર્થ (દ્રવ્ય) તે ઉભય પર્યાયાત્મક સ્વરૂપે સ્થાત્ (કથંચિત ) અસ્તિ-નાસ્તિ રૂપ પણ છે.
ઉપરના ત્રણ ભાગ સ્વરૂપ દ્રવ્ય (પદાર્થ) ને પર્યાય સહિત યથાર્થ અવિરૂદ્ધ જાણવા જણાવવા માટે પાછળના વકતવ્ય-અવકતવ્ય સંબંધે ચાર ભગા જાણવા જરૂરી છે. સપ્તભંગ પાછળના આ ચારે ભાંગાના સ્વરૂપને ગીતાર્થ-ગુરૂ ભગવંત પાસેથી યથાર્થ સમજવાથી “તાનર્વિર સિ” આ
સૂત્રને પરમાર્થ સમજાઈ જશે (૪) સ્યાત્ અવકતવ્ય–ઉપર જણાવેલા ત્રણે ભગાઓનું સ્વરૂપ કથંચિત
અવકતવ્યું છે. એટલે વિશેષથી યાને સર્વ ભાવને એકી સાથે મુખ્યપણે કહી શકાય તેમ નથી. પરંતુ ગૌણ ભાવે એટણે સામાન્યપણે ત્રણે ભાંગાત્મક સ્વરૂપ તે પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ છે એમ સામાન્યથી પણ કહી શકાય છે. સ્યાદ્ અસ્તિ અવકતવ્ય-પૂર્વે જણાવેલ પ્રથમ ભાંગાનું વતઃ તેમજ પરતઃ વરૂપ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાત્મક ભેદથી ભિન્ન-ભિન્ન સ્વરૂપવાળું હોવાથી તે ચારેને પણ એક સાથે મુખ્ય પણે કહી શકાય નહિ. તેમજ સામાન્યથી સાપેક્ષભાવે અવિશેષ પણે કહી શકાતું હોવાથી સ્વાસ્ (કથંચિત ) અસ્તિ-અવકતવ્ય એ પાંચમે ભંગ જાણ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org