________________
કેઈપણ એક જીવ-દ્રવ્યને પણ તેટલા જ લોકાકાશના પ્રદેશ પ્રમાણ અસંખ્યાત પ્રદેશ હોય છે. આથી સ્પષ્ટ સમજશે કે લોકાકાશની બહાર કેઈ પણ જીવ કે પુદગલ દ્રવ્યનું અસ્તિત્વ નથી. કેમ કે ત્યાં ધર્માસ્તિકાય તેમજ અધર્માસ્તિકાય દ્રવ્યો નથી.
शरीर वाङ्-मनः प्राणापानाः पुद्गगलनाम् ॥ १९ ॥
અનંતા પુદ્ગલ પરમાણુઓના સકંધરૂપે બનેલી અનેક પ્રકારની વર્ગણાઓ છે. જેના ૨૬ વરૂપે શામાં જણાવેલ છે. તેમાંથી માત્ર આઠ પ્રકારની વર્ગએ સકળ સંસારી જીવદ્રવ્યને શરીર ધારણ કરવામાં, વચન બોલવામાં, મનન કરવામાં તેમજ શ્વાસે શ્વાસ લેવામાં ઉપકારક થાય છે. તેનું આદાન-ગ્રહણ પ્રત્યેક જીવ પિત–પિતાના તથા પ્રકારના કર્મના ગે કરે છે. જુદા જુદા જીવ દ્રવ્ય અથવા આત્મતત્વને આ સંસારમાં નીચે મુજબ આઠ પ્રકારની વર્ગણાઓની જીવન જીવવામાં ઉપકારકતા (સહાયકતા) રહેલી છે. (૧) દારિક વર્ગણ (૨) વૈક્રિય વર્ગણ (૩) આહારક વર્ગ (૪) તૈજસ વર્ગણ (૫) કામણ વર્ગણ-આ કામણ વર્ગણાઓનો જીવ પ્રદેશોની સાથે ક્ષીર-નીરવત્ અષ્ટ પ્રકારને જે સંબંધ થાય છે તેને કર્મબંધ કહેવાય છે. (૬) શ્વાસોશ્વાસ વર્ગણ (૭) ભાષા વર્ગણ (૮) મન વગણ. પ્રથમની પાંચ વર્ગણાઓ જીવની સાથે સંઝિલઇ સંબંધ પામતી હોય છે. જ્યારે પાછળની ત્રણ વર્ગણાઓને સંબંધ અસલિષ્ઠ હોય છે. આ ઉપરાંત સ્ત્રી-પુત્ર-ધન-ધર આદિને પણ જીવને કર્માનુસાર અસંશ્લિષ્ઠ યોગ પ્રાપ્ત થાય છે.
सुख दुःख जीवित मरणोपग्रहाश्च ॥ २० ॥
ઉપર જણાવ્યા મુજબ કર્માનુસારે જે-જે જીવને જે-જે પ્રકારને પુદ્ગલ દ્રવ્ય પરિણામને વેગ (સંબંધ) પ્રાપ્ત થાય છે. તે મુજબ તે-તે જીવને તે થકી સુખદુઃખને પરિણામ થાય છે જ્યાં સુધી જે આયુષ્ય કર્મને વિપાકેદય જે ગતિમાં જે શરીર દ્વારા જે-જે જીવ ભગવતાં રહે છે ત્યાં સુધી તે જીવ–તે શરીર દ્વારા સુખ-દુઃખને અનુભવ કરતો રહે છે. કેઈપણ ગતિમાં રહેલા જીવને શરીર સંબંધી આયુષ્ય પૂર્ણ થઈ જાય તે સમયે જ બીજા ગમે તેટલા પ્રબળ ગેનો સંબંધ હોય તે પણ તે જીવને તે શરીરથી અળગા થવું જ પડે છે. જેને વ્યવહારમાં મરણ કહેવામાં આવે છે.
આ રીતે પ્રત્યેક જીવને જીવન-જીવવામાં મુખ્ય ઉપકારક જે આયુષ્ય કર્મ છે તે પણ કામણ વર્ગણાનતર્ગત પુદગલ વર્ગણાઓ જ છે. પરંતુ જીવે પોતે જ પિતાના રાગ-દ્વેષાદિ તીવ્ર-મંદ પરિણામે કરી કામણ વર્ગમાં વિવિધ સ્વરૂપે જે જે વિવિધ પ્રકારનો (અષ્ટવિધ) વિપાક (અનુભવ કરાવવાની શક્તિ આપવાની શક્તિનું સર્જન કરેલું હેવાથી તે તે કર્મ ઉદયમાં આવે થકે તે જીવને તથા પ્રકારનો વિપાક (અનુભવ) કરવો પડે છે.
परस्परोपग्रहो जीवानाम् ॥ २१ ॥
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org