________________
પંખીનો જાણીને પ્રતિદિન ધર્મની આરાધનાની સાથે રાત્રિભોજનના વ્રતનું પાલન કરે છે. જયસેને કુંથુનાથ ભગવાનનું રત્નજડિત બિંબ ભરાવ્યું અને પ્રતિદિન પ્રભુની પૂજા, ભક્તિ અને ગુણગાન કરીને શુદ્ધ ભાવથી આરાધના કરી.
કવિએ ઉપરોક્ત વિચારોને અંતે ઉપદેશાત્મક વાણીનો નિર્દેશ કર્યો છે. ત્યારપછી ગુરુપરંપરા, રચના સમય વગેરેમાં ઉલ્લેખ કરીને રાસપૂર્ણ કર્યો છે. કવિના શબ્દોમાં માહિતી નીચે પ્રમાણે છે. અદ્રિસી કરણ સૂભા વિકારી, વિનોદ ચરમ પ્રભાવિ જ કરિ; ચડઈ અશ્વ ગજ માટી તણઈ, સિધરાય સહુ કોઈ મ ભણઈ. ૨૪૬ દૂધર ભૂધર ભલા પ્રચંડ, તે પિણિ દેશ લગા દંડ; પૂરવ ભવ પંખિનો દેખિ, ધર્મ કરઈ અ નિસિ સવિશેષિ.. ર૪૭ કુંથુનાથ જિણવર ઉપદેશ, સાભલિ તાં સવિ તલઈ લેશ; ઈશિ ભવિ તે સ્વામિનું બિંબ, રયણ જટિત પૂજઈ અવિલંબ. ૨૪૮ ગુણગાઈ અનિસિ દેવના, કરઈ મનિ ઋધિ ગુણરુ સેવના; દયા મૂલ પાલઈ જિનધર્મ, તિમ તિમ લાભાઈ વંછિત શર્મ. ૨૪૯
રાગઃ ધન્યાસી ઈમ નાસી ભોજન પરિહરું એ, દીયઈ દીયઈ ગુરુ ઉપદેશકે; દોશ ઘણા ઈહાં જાંણીએ એ, બોલ્યા એ એ મિ લવલેશ કિ. ૨૫૦ પરિહરું નિશિ ભોજન અવગુણ ઘણઉ સિફ તુમ દાખીઈ; જિણ વસ્ત્ર વોઈર લાભ આવિ તેહ પોતઈ રાખીઈ, જયશેન નંદન સહિત રાજા અમરસેન કથાયા ઈસી સાંભળી છાંડુ રાતિ ભોજન સુમતિ જુ હયડે વસી.. ૨૫૧
(૫૨)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org