________________
દિક ઈટ ઈઝ કિ ઉર ફિ વીર વીર રીટ ક રી કિ હીટ રીડ રીટ પીટ ક ક
|
છે? ઈત્યાદિ બચાવ કરી સૂર્યાસ્ત થયા પછી પણ ભોજન કરે છે, ગૃહમાલિકને અનુસરીને શ્રાવકનું કુટુંબ પણ શિથિલ થયું. એકવખત રાજાના કાર્યમાં વ્યગ્ર થવાથી પ્રભાતે ને મધ્યાલે પણ ભોજન સમય વ્યતીત થતાં સાંજે શ્રાવક ને ભદ્રક બંને મિત્ર સાથે ઘરે આવે છે તેટલામાં સૂર્યાસ્ત થયો તેથી મિત્રાદિકે ઘણું કહેવા છતાં પણ ભદ્રક રાત્રે ન જમ્યો અને શ્રાવક તો અંધકાર ફેલાવા છતાં નિર્બસપણે રાત્રે જમવા બેઠો, તે વખતે મસ્તકમાંથી પડેલી જૂ ભોજનમાં આવી તેથી જલોદર થતાં મહાપીડા ભોગવી મરણ પામી બિલાડો થયો. ત્યાં દુષ્ટ શ્વાને તેને મારી નાંખ્યો, મરીને પહેલી નરકે ગયો. એ રીતે મિથ્યાદ્રષ્ટિ પણ એકવાર ભોજનમાં વિષ આવી જતાં અત્યંત પીડાયુક્ત મરણ પામી બિલાડો થઈ પહેલી નરકે ગયો. ભદ્રક નિયમની આરાધના કરવાથી સૌધર્મકલ્પમાં મહર્દિક દેવ થયો. શ્રાવકનો જીવ નરકમાંથી નીકળી શ્રીપુંજ નામનો નિર્ધન બ્રાહ્મણપુત્ર થયો અને મિથ્યાદ્રષ્ટિ તેનો નાનો ભાઈ શ્રીધર નામે થયો. સૌધર્મમાં ઉત્પન્ન થયેલ દેવે પૂર્વભવના સ્વરૂપનો ઉપયોગ દેતાં ત્રણે મિત્રનું સ્વરૂપ જાણી, બંને મિત્રને તેમનું ભવસ્વરૂપ સમજાવી અને પોતાનું સ્વરૂપ કહી પ્રતિબોધ પમાડી રાત્રિભોજનાદિ અભક્ષ્યનો નિયમ કરાવ્યો અને આરાધનામાં દ્રઢ બનાવ્યા. ઉત્તમ મિત્રનું એ જ લક્ષણ છે. બેના માતા-પિતાએ એમના નિયમનો કદાગ્રહ છોડાવવાને દિવસે બિલકુલ ખાવા ન આપવાથી બંને ત્રણ દિવસની લાંઘણ થઈ તો પણ દ્રઢ નિયમવાળા રહ્યા. આ વખતે મિત્રદેવે ઉપયોગ આપતાં બે મિત્રની દ્રઢતા જાણી તે નગરના રાજાના ઉદરમાં મહાવ્યાધિ ઉત્પન્ન કર્યો. જેમ જેમ ઉપાય કરે તેમ તેમ વ્યાધિ વધતો જાય, પ્રધાનો નગરલોક વિગેરે સર્વચિંતાતુર થયા. લોકમાં હાહાકાર પ્રવર્યો એટલામાં આકાશવાણી થઈ કે હે
િ
ર ર ર ર ર ર ર ર ર
|
(૩૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org