________________
બ્રિટિ ટ ટ ર ર ર ર ર ર ર ર ર ર ક ક ક ર ટ ડ |
કરીને પૂછ્યું કે “હે ભગવન! તમારે વિશે સર્વ જન અનુરાગી છે, પણ રાજીમતીનો સર્વ કરતાં વિશેષ અનુરાગ થવાનું શું કારણ તે કહો.” એટલે પ્રભુએ ધન અને ધનવતીના ભવથી માંડીને આઠ ભવનો તેની સાથેનો પોતાનો સંબંધ કહી સંભળાવ્યો. પછી વરદત્ત રાજાએ ઊભા થઈ નમસ્કાર કરી અંજલિ જોડીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે “હે નાથ! સ્વાતિનક્ષત્રમાં મેઘથી પુષ્કર (છીપો) માં મુક્તાફળ ઉત્પન્ન થાય છે તેમ તમારાથી પ્રાપ્ત કરેલો શ્રાવકધર્મ પણ પ્રાણીને મહા ફળદાયક થાય છે, પરંતુ તમે ગુરૂ પ્રાપ્ત થયા છે તેથી તેટલાથી હું સંતોષ પામતો નથી; કારણ કે કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં માત્ર તેના પત્રની ઈચ્છા કોણ કરે? માટે હું તો તમારો પ્રથમ શિષ્ય થવાને ઈચ્છું છું, તેથી તે દયાનિધિ! મારા પર દયા કરીને મને સંસારતારિણી દીક્ષા આપો.” આ પ્રમાણે કહેતા એ રાજાને પ્રભુએ તત્કાળ દીક્ષા આપી, એટલે તેની પછવાડે બે હજાર ક્ષત્રિયોએ દીક્ષા લીધી.
૮. શ્રાદ્ધ ધર્મ દીપિકા અઢાર પાપ સ્થાનક પૈકી રાત્રિભોજન પણ પાપ સ્થાનક છે. સૂર્યાસ્ત પછી રાત્રિના સમયમાં અનેક સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ થાય છે. આ જીવો એટલા બધા સૂક્ષ્મ છે કે દષ્ટિ કે વિજળીના પ્રકાશથી પણ જોઈ શકાતા નથી. રાત્રિભોજન વખતે આહારમાં આવા જીવો ઊડીને પડે છે અને હિંસા થાય છે એટલે રાત્રિભોજન એ હિંસા પાપ સ્થાનકનું એક અંગ છે. રાત્રિભોજનથી તિર્યંચ અને નરકગતિમાં જીવો જાય છે. માટે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ.
રાત્રિભોજન ત્યાગ વિશે વિવિધ સંદર્ભો પ્રાપ્ત થાય છે તેમાં શ્રાદ્ધ ધર્મદીપિકા' ગ્રંથમાંથી ઉપરોક્ત માહિતી મળે છે. આ પુસ્તકમાં
(૧૯)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org