________________
દિ હીટ ફિ હર કિ હિ કિ કિ કિ કિ ઉર લીક ર ટ હિ ક વીક 2 છક કિ |
જ જમનારો હોય તે પણ તે તેના ચોખ્ખા ફળને પામતો નથી, કારણ કે કોઈને રૂપિયા આપતાં બોલી કર્યા વિના તેનું વ્યાજ મળી શકતું નથી. જે જડ મનુષ્યો દિવસનો ત્યાગ કરીને રાત્રિએ જ ભોજન કરે છે, તેઓ રત્નનો ત્યાગ કરીને કાચનો જ સ્વીકાર કરે છે. મનુષ્યો રાત્રિભોજન કરવાથી પરભવે ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, શંબર, મૃગ, ભુંડ, સર્પ, વીછી અને ગોધા (ધો) અથવા ગૃહગોધા (ગરોળી) પણે ઉત્પન્ન થાય છે. જે ધન્ય પુરૂષો સર્વદા રાત્રિભોજનની નિવૃત્તિ કરે છે તે પોતાના આયુષ્યનો અર્ધો ભાગ અવશ્ય ઉપવાસી થાય છે. રાત્રિભોજનનો ત્યાગ કરવામાં જે (જેટલા) ગુણો રહેલા છે, તે સદ્ગતિને જ ઉત્પન્ન કરનારા છે, સર્વે ગુણોને ગણવાને કોણ સમર્થ થાય તેમ છે ?
આહાર વિવેકઃ કાચા ગોરસ (દૂધ, દહીં ને છાશ) માં દ્વિદળાદિક મળવાથી તેમાં ઉત્પન્ન થતાં સૂક્ષ્મ જંતુઓ કેવળીએ જોયાં છે, તેથી તેનો પણ ત્યાગ કરવો. વળી દયા ધર્મમાં તત્પર એવા મનુષ્ય જંતુથી મિશ્રિત એવાં ફળ, પુષ્પ અને પત્ર વિગેરેનો ત્યાગ કરવો, તથા જીવમિશ્રિત અથાણાંનો કે જેમાં દીર્ઘકાળ રહેવાથી ઘણાં ત્રસજંતુઓ ઉત્પન્ન થયાં હોય તેનો પણ ત્યાગ કરવો.
આ રીતે સર્વ ધર્મમાં દયાધર્મ જ મુખ્ય છે એમ જાણીને ભક્ષ્ય પદાર્થોને વિશે પણ વિવેક બુદ્ધિવાળો શ્રાવક અનુક્રમે સંસારથી મુક્ત થાય છે.
આવી પ્રભુની દેશના સાંભળીને વરદત્ત રાજા સંસારથી પરમ વૈરાગ્ય પામી વ્રત લેવાને ઉત્સુક થયો. પછી કૃષ્ણ ભગવંતને નમસ્કાર
(૧૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org