SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાં ત્રણ ગણું પાપ ખાદિમમાં લાગે છે અને ખાદિમ કરતાં ત્રણ ગણું પાપ અશન કરવાથી લાગે છે એમ જાણવું. જં ચેવ રાઇભોયણે, જે દોસા અંધયારશ્મિ | જે ચેવ અંધયારે, તે દોસા સંકમુહમ્મિ // (રત્ન સંચય - ૪પ૩) રાત્રિભોજનમાં જે દોષો લાગે તે દોષ (દિવસે પણ) અંધારામાં ભોજન કરવાથી લાગે અને જે દોષો અંધારામાં ભોજન કરવાથી લાગે તે દોષો સાંકડા મુખવાળા વાસણમાં ખાવાથી લાગે. નાયણએ ન દીસઈ જીવા, રમણીએ અંધયારશ્મિા રયણીએ વિ નિફ, દિણભુત્ત રાઇભોયણ || (રત્ન સંચય – ૪૫૪) રાત્રિએ તથા અંધકારમાં સૂક્ષ્મજીવો જોઈ શકાતા નથી તેથી રાત્રિએ બનાવેલું દિવસે ખાય તો પણ રાત્રિભોજન તુલ્ય છે. આટલી સૂક્ષ્મ વાતો જૈનશાસન સિવાય ક્યાં જાણવા મળે? જેને આ શાસન મળ્યું છે એ ખરેખર મહાભાગ્યશાળી છે. પણ આવું ઉત્તમ શાસન મળ્યા પછી પણ જો આવા મોટા પાપો કરે જ જતો હોય તો એને કેવો કહેવો? ન કરશો રાત્રિભોજન, કરવું જો સુખનું દર્શન. ૫. વિવેકવિલાસા વિવેકવિલાસ' ગ્રંથના રચયિતા જિનદાસસૂરિ આચાર્યે ચોથા ઉલ્લાસના શ્લોક ૩ અને ૪માં રાત્રિભોજન ત્યાગ વિશેનો ઉલ્લેખ કર્યો છે. સંસ્કૃતમાં રચાયેલા આ ગ્રંથના બે શ્લોક સાથે પ્રગટ કરવામાં બ્રિક ઉર હિ રે ર વી ફિ બ્રીટ ફિ છૂટ ઊીર બ્રીફ ફિ બ્રીફ ઊરિ બ્રીફ ઉ વીર બ્રીફ બ્ર] ૮) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005331
Book TitleRatribhojan Mimansa
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRupaben Astikumar Shah
Publication Year2013
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy