________________
નવ્વાણુસય ભવપરઇથી-ગમણેણં હોઇ જે પાવું તું પાવું રયણીએ, ભોયણકરણેણ જીવાણું ||
(રત્નસંચય ગાથા-૪૪૭ થી ૪૫૧)
(રાત્રિભોજનના) દોષો ઘણા કહેવાના છે પણ આયુષ્ય થોડું છે. (અર્થાત્ આખું આયુષ્ય પુરૂં થાય પણ રાત્રિ ભોજનના દોષો કહેવાના પૂરાં ન થાય તેટલા દોષો એક રાત્રિ ભોજનમાં છે) તો પણ રાત્રિભોજનના કાંઈક દોષને હું કહું છું - છન્નુ ભવ સુધી કોઈ માચ્છીમાર જીવોને-માછલાઓને હણે તેટલું પાપ એક સરોવરને સુકાવવાથી થાય છે. એકસો આઠ ભવ સુધી સરોવર સુકવીને જે પાપ બાંધે તે પાપ એક દાવાનળ સળગાવવામાં લાગે છે. એવા એકસોને એક ભવ સુધી દાવાનળ સળગાવે એટલું પાપ એક કુવાણિજ્ય કરવાથી થાય છે. એવા એકસો ચુમ્માલીસ ભવ સુધી કુવાણિજ્ય કરે અને જે પાપ થાય તેટલું પાપ કોઈને એકવાર ખોટું આળ (અભ્યાખ્યાન ૧૩મું પાપ સ્થાનક) આપવામાં લાગે છે. એકસો એકાવન ભવ સુધી ખોટું આળ આપવામાં જે પાપ લાગે તેટલું પાપ એકવાર પરસ્ત્રીગમન કરતાં લાગે છે અને એકસો નવ્વાણું ભવ સુધી પરસ્ત્રીગમનમાં જે પાપ લાગે તેટલું પાપ માત્ર એક જ વખતના રાત્રિભોજનમાં લાગે છે.
વળી આગળ જતાં શું કહે છે? તે વાંચો....
પાણાઈ દુગુણ સાઇમં, સાઇમં તિગુણેણ ખાઈમં હોઇ । ખાઇમં તિગુણં અસણ, રાઈભોએ મુર્ણયવ્વ
•
Jain Educationa International
(રત્ન સંચય - ૪૫૨)
રાત્રે પાણી પીવા કરતાં બમણું પાપ સ્વાદિમમાં લાગે છે. સ્વાદિમ
૭
For Personal and Private Use Only
www.jainelibrary.org