________________
પ્રકરણ ૮
રાત્રિભોજન વિશે પ્રકાશિત પુસ્તિકાઓ સંક્ષિપ્ત નોંધ
રાત્રિભોજન ત્યાગ અંગેના પુસ્તકનું સંપાદન કાર્ય શરૂ કર્યા પછી આ વિષય અંગે વિવિધ પ્રકારની શાસ્ત્રીય માહિતી પ્રાપ્ત થઈ છે. તેમાં આ વિષયની પ્રગટ પુસ્તિકાની માહિતી આપવામાં આવી છે. પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજીની પ્રેરણાથી ૫. પૂ. મુનિરાજ ભવ્યદર્શનવિજયજી મ.સા.
૧. રાત્રિભોજન મહાપાપ – નામની પુસ્તિકા ગુજરાતી ભાષામાં સં. ૨૦૪૭ના નૂતન વર્ષના શુભ દિને પ્રગટ કરવામાં આવી હતી. તેમાં રાત્રિભોજન વિશે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્ર ગ્રંથના ૩ પ્રકાશમાં માહિતી છે તેનો સમાવેશ કર્યો છે. રત્નસંચય ગ્રંથના શ્લોકોની માહિતી આપવામાં આવી છે. જૈનેત્તર દર્શનમાં પણ રાત્રિભોજનના વિષયની કેટલીક મહત્ત્વની વિગતો છે. મહાભારત, પદ્મપુરાણ, માર્કંડ પુરાણ, યજુર્વેદ, કપોલ સ્તોત્ર, સ્કંધપુરાણ, વૈદિક દર્શન વગેરે ગ્રંથોની માહિતી શ્લોક અને તેના અર્થ સાથે પ્રગટ કરવામાં આવી છે. ત્યારપછી ડૉક્ટરની દૃષ્ટિએ રાત્રિભોજન ત્યાગની માહિતી નિરોગી રહેવા માટે આપેલ છે.
૩
૨. ૫. પૂ. આચાર્ય કીર્તિચંદ્રસૂરીજીએ ‘નરકનું પ્રથમ દ્વાર' (રાત્રિભોજન) નામની લઘુ પુસ્તિકા પ્રગટ કરી છે. તેની ૧૦ આવૃત્તિ થઈ છે તે ઉ૫૨થી સમજી શકાય છે કે પૂ. શ્રીએ રાત્રિભોજન ત્યાગ વિશે જૈન સમાજમાં જાગૃતિ અને ઉપયોગ માટે પ્રશંસનીય પ્રયાસ
Jain Educationa International
૧૭૯
For Personal and Private Use Only
www.jainelibrary.org