________________
દર છી છી છી છી છી છી છી વીર ઉર શીફ ઉર ઉરિ રિ હરિ હરિ ર ર ર ર
|
કર્યો હતો.
આ પુસ્તિકામાં રાત્રિભોજન વિશે જૈન દર્શનના યોગશાસ્ત્ર, ઉપદેશ-પ્રાસાદ વિવેક-વિલાસ વગેરેના વિચારોની સાથે જૈનેત્તર દર્શનના વેદ, મહાભારત, પુરાણ વગેરેના સંદર્ભો દર્શાવીને રાત્રિભોજન ત્યાગનું સમર્થન કર્યું છે. પૂ. શ્રીએ વસ્તામુનિની સજઝાય અને રાત્રિભોજન ત્યાગનો મહિમા દર્શાવતી હંસકેશવની કથા, પટુની કથા, મૃગસુંદરીની કથા, ત્રણ મિત્રોની કથાનો સંચય થયો છે. તદુપરાંત ટૂંકમાં આરોગ્ય અને વિજ્ઞાન દૃષ્ટિએ આ વિષયને સ્પષ્ટ કરવા વિચારો પણ વ્યક્ત કર્યા છે. રાત્રિભોજન વિશેના પ્રગટ સાહિત્યમાં પૂ.શ્રીએ સૌ પ્રથમ વાર વસ્તામુનિની સઝાયની નોંધ કરી છે.
૩. “નરક દ્વાર - રાત્રિભોજન” પ.પૂ. આચાર્ય રાજયશસૂરિએ આ પુસ્તિકાનું સંપાદન કરીને રાત્રિભોજન વિશે વૈવિધ્યપૂર્ણ માહિતી પ્રગટ કરી છે. પૂ.શ્રીએ હિન્દી ભાષામાં પુસ્તિકાનું પ્રકાશન કર્યું છે. પૂ.શ્રીએ જૈન દર્શન અને જૈનેત્તર દર્શનને સ્પર્શતા રાત્રિભોજન અંગેના વિચારોની અભિવ્યક્તિ કરી છે. અન્ય પુસ્તિકામાં જે વિચારો છે તેનું જ અનુસરણ કર્યું છે. પૂ.શ્રીએ રાત્રિભોજન દશક કાવ્યની રચના દ્વારા રાત્રિભોજન ત્યાગના ઉપદેશાત્મક વિચારો વ્યક્ત કર્યા છે. આ પુસ્તિકાની વિશેષતા એ છે કે પૂ.શ્રીએ રાત્રિભોજન ત્યાગનો મહિમા સમજાવવા માટે વિવિધ કથાઓનો સંદર્ભ આપ્યો છે. કથા રસપાન દ્વારા રાત્રિભોજન ત્યાગનો સારભૂત વિચાર પ્રાપ્ત થાય છે. પ્રકરણ ૧ માં કેશવની કથા વિસ્તારપૂર્વક પ્રગટ કરી છે. પ્રકરણ ૪ માં નારકીના જીવોની પારાવાર વેદના અને દુઃખની અનુભૂતિનું હૃદયદ્રાવક નિરૂપણ કરીને રાત્રિભોજન નરક દ્વાર છે એ વિચારનું
૧૮૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org