________________
૨૫. રાત્રે પ્રકાશની અલ્પતા હોવાથી ખાદ્યપદાર્થોમાં જીવજંતુ પડવાથી બુદ્ધિમાં ક્ષયતા થવાની શક્યતા થાય છે. કિડની પર પણ અસર થાય છે અને પેશાબમાં બળતરા થાય છે. આ રીતે જો ભૂલેચૂકે પણ જૂ પેટમાં જાય તો જલોદર થવાની સંભાવના રહે છે.
૨૬. ઉંદરની લીંડી પેટમાં જવાથી એલર્જીની સંભાવના રહે છે તથા વાળ ખવાઈ જવાથી સ્વર પર અસર થવાની અને માખીથી ઉલ્ટીઓ થવાની સંભાવના રહે છે. કરોળિયો પેટમાં જવાથી કુષ્ઠરોગ થવાની સંભાવના રહે છે.
૨૭. ભોજન બાદ પેટની માંસપેશીઓ પર વધુ બોજો રહેતો હોવાથી દરેક યોગશાસ્ત્રી તથા વૈદ્યરાજ ત્રણથી ચાર કલાક યોગાસન તથા શયન કરવાની મના કરતા હોય છે આ કારણે પણ રાત્રિભોજન ત્યાગ અનિવાર્ય છે.
૨૮. રાત્રિભોજન ત્યાગ કરી દિવસ દરમ્યાન હલકો સુપાચ્ય ખોરાક લેવો યોગ્ય છે. સૂતા પહેલા અને સવારે ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લઈને ધીમે છોડતા જવાનું ખાલી પેટે પ્રાણાયામ કરવું, પ્રાતઃકાળે યોગાસન કરવા, વગેરેથી ફેફસાની શક્તિ વધે છે, રક્તશુદ્ધિ થાય છે અને શરીરની બિમારીઓ દૂર રહે છે.
૨૯, રાત્રિભોજન ત્યાગ અથવા ઉપવાસ કરવાથી શારીરિક પ્રતિરોધક તંત્ર શક્તિશાળી બને છે કારણ કે એ તંત્રમાં કામ કરવાવાળા રક્તના ફેના સાઈટ્સ અને લીમ્ફોસાઈટ્સ કણોની ક્ષમતામાં અભૂત વૃદ્ધિ થાય છે.
રાત્રિભોજન ત્યાગ કરી જલ્દી સૂવાની અને જલ્દી ઉઠવાની ટેવ પાડવાથી મસ્તિષ્કને સંપૂર્ણ આરામ મળે છે. હૃદય અને નાડીની ગતિ સામાન્ય રહે છે, લીવરમાં રક્તપ્રવાહ સામાન્ય થઈ જાય છે અને માનસિક તાણ દૂર થઈ જાય છે.
શિક ફિ ફિ કિ કિ કિ કિ દિ ક જીર હિ કિ ઉર શીટ કિ કિ |
૧૭૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org