________________
િિ િવરિ જી ર ર દિ હરિ હરિ વીર દી થી કિ હીટ હિ હ હ છ છ િરિ |
હોવી એ અધર્મ ગણાય છે. આજ કારણથી ભારતીય સંસ્કૃતિના સર્વ ધર્મોમાં રાત્રિભોજનને મહત્ત્વ નથી આપ્યું.
૧૯. સગર્ભાવસ્થામાં જે સ્ત્રીઓ સૂર્યપ્રકાશથી દૂર રહે છે અને રાત્રિભોજન કરે છે તેમના બાળકો પૂર્ણતઃ સ્વસ્થ નથી હોતા.
૨૦. ભોજન તૈયાર થયા બાદ આઠથી દસ કલાક તેમાં એન્ઝાઈમ અને બેક્ટરિયા પેદા થઈ જાય છે જેના પ્રતાપે મનુષ્યનો સ્વભાવ તામસી, ક્રોધી, રોગી અને ઉંઘરેટીયો થઈ જાય છે.
૨૧. રાત્રિ દરમ્યાન ગંદકીવાળા સ્થળોમાં વાયુમંડળમાં અનેક જાતના વાયરસ બેકટેરીયાની ઉત્પત્તિ થાય છે જે આપણા ભોજન બનાવવાના સમયે, આરોગતી વખતે અથવા પીરસતી વખતે ભોજનના રાસાયણિક તત્ત્વોમાં ભળી શરીરના એન્ઝાઈમ અને જીવાણુઓમાં ભળી નવા એન્ઝાઈમ અને જીન બનાવે છે અને આનું પરિણામ મનુષ્યના સ્વભાવમાં પરિવર્તન લાવે છે.
૨૨. આયુર્વેદમાં હૃદયને કમળ અને નાભિ અથવા પેટને કમળકોષની ઉપમા આપી છે કારણ કે આપણું હૃદય અને નાભિકમળ રાતને સમયે આપોઆપ સંકુચિત થઈ જાય છે માટે જ રાત્રિના સમયે પાચન થતાં વાર લાગે છે, ખાટા ઓડકારો આવે છે, પેટ કઠણ થઈ જાય છે, વાયુ પ્રકોપ વધી જાય છે, મસ્તિષ્ક અને પેટમાં દર્દ થાય છે અને શારીરિક થાક લાગે છે.
૨૩. હૃદયકમલ સંકુચિત થવાથી ફેફસાંઓ પણ પૂરતી માત્રામાં ઑક્સિજન નથી મેળવી શકતા જેના પરિણામે પાચનતંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે.
૨૪. જેઓ સતત ખાતાપીતા રહેતા હોય તેમના વિજાતીય તત્ત્વો તથા જીવાણુઓનો અભાવ રહેવાથી શારીરિક કોષિકાઓ વૃદ્ધિ પામે છે જેના પરિણામે વૃદ્ધાવસ્થા વહેલી જણાવા લાગે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org