________________
શ્રદ્ધા થતાં સમકિતનો મહિમા વૃદ્ધિ પામે છે.
કવિ જણાવે છે કે દાન, સ્નાન, આયુધ ને ભોજન, એટલાં રાતે ન કીજે, એ કરવાં સૂરજની સાખે, નીતિ વચન સમજી જે રે. (૩ી. ઉત્તમ પશુ પક્ષી પણ રાતે ટાળે ભોજન ટાણો, તમે તો માનવી નામ ધરાવો, કેમ સંતોષ ન આણો. |૪ll
અન્ય રચનાઓમાં કીડી, જૂ, માખી, કરોળીયા વગેરે ભોજનમાં આવે તો તેનાથી થતાં રોગનો ઉલ્લેખ થયો છે તેની માહિતી પ્રાપ્ત થાય છે.
રાત્રિભોજન ત્યાગના સંદર્ભમાં જુદા જુદા ભવના પાપનો ઉલ્લેખ કરીને કવિ જણાવે છે કે : એકસો નવ્વાણું ભવ લગે ખંડ્યાં, શિયળ વિષય સંબંધ, તેવો એક રાત્રિભોજનમાં કર્મ નિકાચિત બંધ રે. _/૧૦ના
રાત્રિભોજન ત્યાગના ફળની માહિતી આપતી પંક્તિઓ જોઈએ તો માસે માસે માસખમણનો લાભ એણી વિધ લીજે.
માસખમણના લાભ ઘણાં છે. કેવલી કહેતાં પાર ન પાવે, પૂરવ કોટિ મઝાર રે.
માટે આ વાણી જાણીને, સમજીને તે પ્રાણી, રાત્રિભોજનનો ત્યાગ કરીને ચઉવિહાર કરજે એવી મુનિ વસ્તાની શિખામણ છે.
ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ક ર ર ર
|
(૧૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org