________________
કેટલીક વિશેષ વિચારણા (રાત્રિભોજન)
કોઈ એક જીવ સતત ૯૬ ભવો સુધી જાવજ્જીવ હિંસા કરે છે તેટલું જ પાપ એક સરોવરને સૂકાવવામાં લાગે છે.
• એકસો આઠ ભવ સુધી હંમેશા જે જીવ સરોવરને સુકાવે છે તેના જેટલું પાપ એક વખત જંગલમાં દાવાગ્નિ લગાડવાથી લાગે છે. એકસો આઠ ભવ સુધી દાવાગ્નિ સળગાવતાં જે પાપ લાગે છે, તેટલું પાપ એક કુવાણિજ્ય કરવાથી લાગે છે.
એકસો ચુમ્માલીસ ભવ સુધી કુવાણિજ્ય કરવાથી જે પાપ લાગે છે તેટલું પાપ એક કુકર્મથી લાગે છે.
• એકસો ચુમ્માલીસ ભવ સુધી કુકર્મ કરતાં જેટલું પાપ બંધાય તેટલું પાપ એકવખત કોઈને આળ આપવાથી થાય છે.
એકસો એકાવન ભવ સુધી આળ આપવા દ્વારા જે પાપ બંધાય તેટલું પાપ એકવાર પરસ્ત્રીગમન કરવાથી થાય છે.
• નવ્વાણું ભવ સુધી પરસ્ત્રીગમન કરવાથી જે પાપ બંધાય તે એકવારના રાત્રિભોજનથી થાય છે.
શ્રી ઉપદેશપ્રાસાદકારે આ પ્રમાણે રત્નસંચય - સૂક્તમાં કહ્યું છે, તત્ત્વ તો બહુશ્રુતો જ જાણે - એમ કહીને આ વિષયની સમાપ્તિ કરી છે.
વાસ્તવમાં કર્મના સિદ્ધાંત મુજબ વિચારતાં આ ગણિત બેસે તેવું નથી. જૈનેતર ગ્રંથોમાં જે ભાષામાં વાત કરવામાં આવે છે, તેવી ભાષા અહીં વપરાયેલી જોવા મળે છે માટે આ ગણિત લૌકિક છે. શ્રી
Jain Educationa International
૧૩૭
For Personal and Private Use Only
www.jainelibrary.org