________________
કૂડું એક કલંક દિયતાં, તેહવો પાપનો પોષ રે પ્રાણી. ૮. એકસો એકાવન ભવ લગે, દીધાં કૂડાં કલંક અપાર; એક વાર શીળ ખંડ્યા જેવો; અનરથનો વિસ્તાર રે પ્રાણી. II એકસો નવાણું ભવ લગે ખંડ્યાં, શિયળ વિષય સંબંધ; તેહવો એક રાત્રી ભોજનમાં કર્મ નિકાચિત બંધ રે પ્રાણી. ||૧૦|ી. રાત્રી ભોજનમાં દોષ ઘણાં છે, કહેતાં નાવે પાર; કેવળી કહેતાં પાર ન પાવે, પૂરવકોટિ મઝાર રે પ્રાણી. ||૧૧|| એવું જાણીને ઉત્તમ પ્રાણી, નિત ચઉવિહાર કરીને; માસે માસે માસખમણનો, લાભ એણી વિધ લીજે રે. ૧રા મુનિ વસતાની એહ શીખામણ, જે પાળે નર નારી; સુર નર સુખ વિલસીને હોવે, મોક્ષતણા અધિકારી રે પ્રાણી./૧all | મુનિ વસ્તાની રાત્રિભોજનની સક્ઝાય - આ સજઝાયની રચના ૧૩ કડીની છે. તેમાં રાત્રિભોજન ત્યાગ વિશેના વિચારોની રજૂઆત થઈ છે. આરંભની પંક્તિમાં કવિ જણાવે છે કે પુણ્ય સંયોગે નરભવ લાધ્યો, સાધો આતમ કાજ.”
મનુષ્ય ભવમાં જ રાત્રિભોજન ત્યાગનો નિયમ સ્વીકારીને આત્મા મુક્તિસુખ પામી શકે છે. અન્ય ભવોનાં વ્રત-નિયમ સ્વીકારી શકાતા નથી.
બાવીશ અભક્ષ પદાર્થોમાં રાત્રિભોજન ત્યાગનો ઉલ્લેખ થયો છે. રાત્રિભોજન ત્યાગ એ આગમની વાણી છે. તેનાથી જિનવાણીમાં
( ૧ ૩૫)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org