________________
સજઝાયના આરંભની પંક્તિઓ જોઈએ તો વીર જિર્ણદઈ ભાસીયા, પંચમહાવ્રત વાર રે, વ્રત છઠું રમણી તણું, ભોજન વર્ષી દીધર રે.
રાત્રિભોજન ત્યાગના ઉપદેશાત્મક વિચારો અને ફળનો ઉલ્લેખ કરતાં કવિના શબ્દો છે રાત્રીભોજન ભવી વારીઈ તારઈ નિજ આતમ નઈ રે, હારીઈ નવિ નરભવ લહી, ધારીઈ જૈન ધરમ નઈ રે. ઘુવડ ગૃધ પંખી તણા, ચામાચીડ માંઝાર રે, એ આદિ ભવ તે લહઈ, જે કઈ રાત્રિ આહાર રે.
ઉપરોક્ત માહિતી પછી કવિએ રાત્રિભોજન ત્યાગના મહિમાની પ્રચલિત હંસ-કેશવની કથા-વૃત્તાંતનું નિવેદન કર્યું છે. કવિ કહે છે કે એ ઉપરિ સુણજ્યો કથા, કુંડનપુર એક દીપઈ રે, શેઠ જશોધર તિહાં વસઈ, ધનઈ ધનવંતઈ જુઆ રે. ૩ી. ધરણી રંભા તેહની હંસ ઉંમર સુત મોટો રે, બીજો સુત છે તેહનઈ, કેશવ નામઈ છોટો રે.
||જા ત્યારપછી બાકીની ગાથાઓમાં એમના રાત્રિભોજન ત્યાગની કથાનો ઉલ્લેખ થયો છે. કથાને અંતે સારભૂત વિચાર વ્યક્ત થયો છે. સાદિ અનંત પદ પામીયા રે, નિરંજન નિરાબાધ, અનંત ચતુષ્ટય જેહને, કુણ જાણઈ જે અત્રધરે. તપશ્રી પુનિમિગચ્છ ગુણનિધિ રે, શ્રી ભાવપ્રભસૂરિંદ, રાત્રિભોજન સર્વથા તજઈ રે, નમઈ તેહ મુણીંદ રે.
વિર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર ર
|
(૧ ૨૭)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org