________________
સહિત જો સહી જિમઈ । વિદ્યા બુધિ પ્રવાહિ નીગમઈં ।।૧૫।।
જો આવઈં જૂ જમણ માંહિ । વાર્ષિ જલોદર તિણિ દાહૈિં। કરોલીઆ તો દેખાšિ કોઢ | એ અવગુણ દેખી પ્રૌઢ ॥૧૬॥
વીંછી આવઈ તો સડિં કપાલ । કંઠ વિણસઈં પિંઠો વાલ । કાંટઈં વીંધાઈ તાલૂર્ણ । તીણિ નિસિ ભોજન છિંયાડુઉં ।।૧૭લા
પંખ જાતિ માંહિ ઉત્તમ ભલી । રયણી ચણ ન કરઈ કેતલી | ચડાયાસ નિં સારસ મોર । સો સ્યું તેહથી માણસ ઢોર ।।૧૮।
એહ વાત નવિ છિં અન્યથા । તે ઉપરિ સાંભલયો કથા । વછ દેશ ધારાપુર ઠામ । અમરસેન.....
કવિએ અંતમાં ઉપદેશાત્મક વિચારોનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે ‘એ ઈમ નિશિ નિશિ ભોજન પરિહરો, એ પામીયે પામીયે ગુરુ ઉપદેશ.'
કવિએ મધ્યકાલીન કાવ્ય રચનાનુસાર અંતે ગુરુ પરંપરાનો ઉલ્લેખ કરીને કવિનું નામ દર્શાવ્યું છે. પંચાસરા ગામમાં રાસ રચના કરી છે એમ સ્પષ્ટ સમજાય છે. અહીં રચના સમયની કોઈ માહિતી નથી.
પૂ. જિનહર્ષસૂરિના રાસનો વિગતવાર પરિચય આપ્યો છે એટલે આ રાસની કથાનકની અહીં પુનરાવૃત્તિ કરી નથી. પૂ. જિનસુંદરસૂરિ, પૂ. ધર્મસમુદ્ર વગેરેની રાસ રચના પણ અમરસેન-જયસેનના જીવનને કેન્દ્રમાં રાખીને થઈ છે. એક જ વિષય ઉપરની રચના હોવાથી અભિવ્યક્તિમાં નવિનતા લાગે પણ મૂળભૂત રીતે તો અમરસેનની કથા દ્વારા રાત્રિભોજન ત્યાગનો આચાર પાળવો એ જૈનત્વની ઓળખાણ છે એમ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. કથાના માધ્યમથી
Jain Educationa International
૧૦૬
For Personal and Private Use Only
www.jainelibrary.org