________________
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનીઓ દેષ ઘટાડવા માટે અનુભવનાં વચને કહે છે, માટે તેવાં વચનેનું સ્મરણ કરી જે તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તે સહેજે આત્મા ઉજજવલ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવાં વચનને વિચાર ન કરે, તે કઈ દિવસ પણ દોષ ઘટે નહીં.
સદાચાર સેવવા જોઈએ. જ્ઞાની પુરુષોએ દયા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ વગેરે સદાચાર કહેલા છે. જ્ઞાનીઓએ જે સદાચાર સેવવા કહેલ છે તે યથાર્થ છે, સેવવા યેગ્ય છે. વગર સાક્ષીએ જીવે ત્રત, નિયમ કરવો નહીં.
વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળાં દયા વગેરે આવે નહી, તે પછી ઊંડા આશયવાળાં દયા વગેરે કયાંથી આવે? વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સર્વ દેષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે.
જીવે વિકલ્પના વ્યાપાર કરવા નહીં. વિચારવાન અવિચારણા અને અકાય કરતાં ક્ષેભ પામે. અકાય કરતાં જે ક્ષેાભ ન પામે તે અવિચારવાન. અકાર્ય કરતાં જે ભ ન પામે તે અવિચારવાન. અકાર્ય કરતાં પ્રથમ જેટલે ત્રાસ રહે છે તેટલે બીજી ફેર કરતાં રહેતું નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org