________________
૭
શ્રીમદ્ રાજચંદ્ર કલ્યાણ નથી. અજ્ઞાનીને મતભેદ કરતાં વાર લાગતી નથી. જ્ઞાની પુરૂષે રૂઢિમાર્ગને બદલે શુદ્ધ માગે પ્રરૂપતા હોય તેય જીવને જુદું ભાસે અને જાણે કે આપણે ધર્મ નહીં. જે જીવ કદાહરહિત હોય તે શુદ્ધ માર્ગ આદરે. જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારને હેય. વિચારવાનેને તે કલ્યાણને માગ એક જ હેય. અજ્ઞાનમાર્ગના અનંત પ્રકાર છે.
જેમ પોતાનું છોકરું કૂબડું હોય અને બીજાનું કરું ઘણું રૂપાળું હોય, પણ રાગ પોતાના છોકરા પર આવે, ને તે સારું લાગે, તેવી જ રીતે જે કુળધર્મ પિતે માન્યા છે તે ગમે તેવા દૂષણવાળા હોય તે પણ સાચા લાગે છે. વૈષ્ણવ, બૌદ્ધ, શ્વેતાંબર, ઢિયા, દિગંબર જૈનાદિ કદાઝહરહિતપણે શુદ્ધ સમતાથી પિતાનાં આવરણે ઘટાડશે તેનું જ કલ્યાણ થશે.
સામાયિક કાયાને વેગ શકે; આત્માને નિર્મળ કરવા માટે કાયાને વેગ રોકે. રોકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરે. જ્ઞાની પુરુષનાં વચને સાંભળી સાંભળીને ગાંઠે બાંધે તે આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે. મેક્ષને ઉપાય અનુભવગોચર છે. જેમ અભ્યાસે અભ્યાસે કરી આગળ જવાય છે તેમ મોક્ષને માટે પણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org