________________
- ઉપદેશછીયા
૭૩ ષડ્રદર્શન જેણે બાંધ્યાં છે તેણે બહુ જ ડહાપણ વાપર્યું છે.
બંધ ઘણી અપેક્ષાએ થાય છે, પણ મૂળ પ્રકૃતિ આઠ છે; તે કર્મની આંટી ઉકેલવા માટે આઠ પ્રકાર કહી છે.
આયુષકર્મ એક જ ભવનું બંધાય. વિશેષ ભાવનું આયુષ બંધાય નહીં. જે બંધાતું હોય તે કેાઈને કેવળજ્ઞાન ઊપજે નહીં.
- જ્ઞાની પુરુષ સમતાથી કલ્યાણનું જ સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાની પુરુષે માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધે રસ્તે બતાવે છે. જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાની પુરુષોનાં વચને ન સમજાય; તેથી લેકેને અવળું ભાસે. ન સમજાય તેથી લેકે ગરછના ભેદ પાડે છે. ગરછના ભેદ જ્ઞાનીઓએ પાડયા નથી. અજ્ઞાની માર્ગને લેપ કરે છે. જ્ઞાની થાય ત્યારે માગને ઉદ્યોત કરે છે. અજ્ઞાનીઓ જ્ઞાનીની સામા. થાય છે. માર્ગસન્મુખ થવું જોઈએ, કારણ કે સામા થવાથી ઊલટું માર્ગનું ભાન થતું નથી. - બાલ અને અજ્ઞાની છે નાની નાની બાબતમાં ભેદ પાડે છે. ચાંલ્લા અને મુખપટી વગેરેના આગ્રહમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org