________________
ઉપદેશછાયા દુઃખ મટાડે છે. જેમ ઓસડ કડવું છે, પણ ઘણું વખતૂને રોગ મટાડે છે તેમ.
ત્યાગ ઉપર હમેશાં લક્ષ રાખે, ત્યગ મેળો રાખવે નહીં. શ્રાવકે ત્રણ મને રથ ચિંતવવા. સત્યમાર્ગને આરાધન કરવા માટે માયાથી દુર રહેવું. ત્યાગ કર્યા જ કરે. માયા કેવી રીતે ભૂલવે છે તે પ્રત્યે દષ્ટાંત ઃ
કેઈ એક સંન્યાસી હશે તે એમ કહ્યા કરે કે “હું માયાને ગરવા દઉં જ નહીં. નગ્ન થઈને વિચરીશ.” ત્યારે માયાએ કહ્યું કે “હું તારી આગળ ને આગળ ચાલીશ. “જગલમાં એકલે વિચરીશ.” એમ સંન્યાસીએ કહ્યું ત્યારે માયા કહે કે, “હુ સામી થઈશ.” સંન્યાસી પછી જંગલમાં રહેતા અને કાંકરા કે રેતી બેઉ સરખાં છે એમ કહી રેતી પર સૂતા. પછી માયાને કહ્યું કે
તું કયાં છે ? ” માયાએ જાણ્યું કે આને ગર્વ બહુ ચઢયે છે એટલે કહ્યું કે “મારે આવવાનું શું કામ છે? મારે માટે પુત્ર અહંકાર તારી હજુરમાં મૂકેલો
હતે.”
માયા આ રીતે છેતરે છે. માટે જ્ઞાની કહે છે કે, હું બધાથી ન્યારો છું; સર્વથા ત્યાગી થયે છું; અવધૂત છું, નગ્ન છું; તપશ્ચર્યા કરું છું. મારી વાત અગમ્ય છે. મારી દશા બહુ જ સારી છે. માયા મને નડશે નહીં, એવી માત્ર કલ્પનાએ માયાથી છેતરાવું નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org