________________
ઉપદેશછાયા
પપ
રાજ્યપણાના વખતના સમયની દાસીને કરો તે ભૂલ ભાંગી શકે તેમ હોય તે તેની પાસે જઈ તેનું કહેવું ગ્રહણ કરવાની આજ્ઞા કરી છે. જે તેને દાસીના છોકરા પાસે જતાં એમ રહે કે, “મારાથી દાસીના છોકરા પાસે કેમ જવાય?” તે તેને રખડી મરવાનું છે. આવા કારણમાં લેકલાજ છોડવાનું કહ્યું છે, અર્થાત આત્માને ઊંચો. લાવવાનું કારણ હોય ત્યાં લોકલાજ ગણું નથી. પણ કેઈ મુનિ વિષય ઈરછાથી વેશ્યાશાળામાં ગમે ત્યાં જઈને તેને એમ થયું કે “મને લેક દેખશે તે મારી નિંદા થશે. માટે અહીંથી પાછું વળવું. એટલે મુનિએ પરભવને ભય ગણ્યો નહીં, આજ્ઞાભંગને પણ ભય ગણ્ય નહી- તે ત્યાં લેકલાજથી પણ બ્રહ્મચર્ય રહે તેવું છે તે માટે ત્યાં લોકલાજ ગણું પાછો ફર્યો, તે ત્યાં કલાજ રાખવી એમ કહ્યું છે, કેમકે આ સ્થળે લોકલાજને ડર ખાવાથી બ્રહ્મચર્ય રહે છે, જે ઉપકારક છે.
હિતકારી શું છે તે સમજવું જોઈએ. આઠમની તકરાર તિથિ અથે કરવી નહીં; પણ લીલોતરીના રક્ષણઅર્થે તિથિ પાળવી, લીલોતરીના રક્ષણઅર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. માટે અઠમાદિ તિથિને કદાગ્રહ મટાડ. જે કાંઈ કહ્યું છે તે દાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશે તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશો તેટલું અહિતકારી છે; માટે શુદ્ધતાપૂર્વક સદુવ્રત સેવવાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org