________________
શ્રીમદ્ રાજચંદ્ર પૂનમને દહાડે ઘણું લેકે ડાકોર જાય છે, પણ કે એમ વિચારતું નથી કે આથી આપણું કલ્યાણ શું થાય છે? પૂનમને દહાડે રણછોડજીનાં દર્શન કરવા બાપદાદા જતા તે જોઈ કરી જાય છે, પણ તેનો હેતુ વિચારતાં નથી. આ પ્રકાર પણ મેહગર્ભિત વૈરાગ્યનો છે.
જે સાંસારિક દુખથી સંસારત્યાગ કરે છે તે દુઃખગર્ભિત વૈરાગ્ય સમજ.
જ્યાં જાઓ ત્યાં કલ્યાણની વૃદ્ધિ થાય તેવી દઢ મતિ કરવી, કુળગચ્છને આગ્રહ મુકાવે એજ સંત્સગનું મહામ્ય સાંભળવાનું પ્રમાણ છે. ધર્મના મતમતાંતરાદિ મોટા મોટા અનંતાનુબંધી પર્વતની માફક મળે જ નહિ, કદાગ્રહ કરતા હોય તેને ધીરજથી સમજાવીને મુકાવવા ત્યારે સમજ્યાનું ફળ છે. અનંતાનુબંધી માન કલ્યાણ થવામાં આડા સ્તંભરૂપ કહેલ છે. જ્યાં જ્યાં ગુણ મનુષ્ય હોય ત્યાં ત્યાં તેને સંગ કરવાનું વિચારવાન જીવ કહે. અજ્ઞાનીનાં લક્ષણે લૌકિક ભાવના છે. જ્યાં
જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું, “એને મારે જોઈતાં નથી” એ જ સમજવાનું છે.
[ ૬૪૩–૪] ૫ રાજ, ભાદરવા સુદ ૬, શનિ, ૧૯૫૨
પ્રમાદથી પેગ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીને પ્રમાદ છે. ગથી અજ્ઞાન ઉત્પન્ન થતું હોય તે જ્ઞાનને વિષે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org