________________
૨૦
શ્રીમદ્ રાજચંદ્ર લીધાં. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે “એ જાતનાં લાકડાં ખપે કે નહીં, માટે મારે તે લેવાં નથી, આપણે જ લઈએ છીએ તે જ મારે તે સારાં આગળ ચાવતાં એનુરૂપું આવ્યું. ત્રણમાંથી બે એ સુખડ નાંખી દઈ સેનું રૂપું લીધુ એકે ન લીધું, ત્યાંથી આગળ ચાલ્યા કે રત્નચિંતામણિ આવ્યું. બે માંથી એકે સોનું નાંખી દઈ રત્નચિંતામણિ લીધે; એકે સેનું રહેવા દીધું.
(૧) આ જગાએ એમ દષ્ટાંત ઘટાવવું કે જેણે લાકડાં જ લીધાં અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે, કે જેણે લૌકિક કર્મો કરતાં જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં; દર્શન પણ કર્યા નહીં; એથી તેનાં જન્મ મરણ પણ ટળ્યાં નહીં, ગતિ પણ સુધરી નહીં.
(૨) સુખડ લીધી અને કાષ્ઠ મૂકી દીધાં ત્યાં દષ્ટાંત એમ ઘટાવવું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખ્યા, દર્શન કયા તેથી તેની ગતિ સારી થઈ
(૩) સોનું આદિ લીધું તે દષ્ટાંત એમ ઘટાવવું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિ પ્રાપ્ત થઈ.
(૪) રત્નચિંતામણિ જેણે લીધે તે દૃષ્ટાંત એમ ઘટાવવું કે જે જીવને જ્ઞાનની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભવમુક્ત થયે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org