________________
૧૮
શ્રીમદ્ રાજચંદ્ર જ દિવસે એ વિચાર બાહ્યાવૃત્તિ વિસ્મરણ કરાવે છે કે
એને છેકરે કાલે સવારે મેટે થઈ રહેશે; એમ થતું જ આવે છે, શું કરીએ ? આમ થાય છે; પણ એમ નથી થતું કે તે પુત્ર જેમ મરી ગયે, તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉ તે સારુ. આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે.
કેઈ અભિમાની જીવ એમ માની બેસે છે કે “હું પંડિત છું, શાસ્ત્રવેત્તા છું ડાહ્યો છું ગુણવાન છું, લેક મને ગુણવાન કહે છે. પણ તેને જ્યારે તુચ્છ પદાર્થને સંગ થાય છે ત્યારે તરત જ તેની વૃત્તિ ખેંચાય છે આવા જીવને જ્ઞાની કહે છે કે તું વિચાર તે ખરે કે તે તુચ્છ પદાર્થની કિંમત કરતાં તારી કિંમત તુચ્છ છે! જેમ એક પાઈની ચાર બીડી મળે છે; અર્થાત પા પાઈની એક બીડી છે, તેવી બીડીનું જે તને વ્યસન હોય તે તું અપૂર્વ જ્ઞાનીનાં વચને સાંભળતા હોય તે પણ જે ત્યાં કયાંયથી બીડીને ધુમાડે આવ્યું કે તારા આત્મામાંથી વૃત્તિને ધુમાડો નીકળે છે, અને જ્ઞાનીનાં વચને ઉપરથી પ્રેમ જતું રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતું નથી ! પા પાઈની બીડીથી જે એમ થઈ જાય છે તે વ્યસનની કિંમત તેથી પણ તૂચ્છ થઈ એક પાઈના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવી અને ક્ષય કરવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org