________________
ઉપદેશછાયા જ્ઞાનીની આજ્ઞાએ વતતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રી આદિકના પ્રસંગમાં ન જવું” એવી આશા ગુરુએ કરી હોય તે તે વચન પર દઢ વિશ્વાસ કરી તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષુતા થઈ હોય. તેને એમ અહંકર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે ?” આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે, પણ પછી તે પદાર્થ પ્રત્યે દષ્ટિ દેતાં “આ ઠીક છે ” એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળભેળ જીવ તે વર્તે, એટલે તે બીજા વિકલ્પ નહીં કરતાં તેવા પ્રસંગમાં ન જ જાય. આ પ્રકારે, જે જીવને
આ સ્થાનકે જવું એગ્ય નથી” એવાં જે જ્ઞાનીનાં વચન તેને દઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્યવ્રતમાં રહી શકે છે અર્થાત તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય, ત્યારે જ્ઞાનીના આજ્ઞાંકિત નથી એવા માત્ર આધ્યાત્મિક શાસ્ત્રો વાંચી થયેલા મુમુક્ષુઓ અહંકારમાં ફર્યા કરે, અને માન્યા કરે કે એમાં તે શું જીતવું છે ? આવી માન્યતાને લઈને આ જીવ પડી જાય છે, અને આગળ વધી શકે નહીં. આ ક્ષેત્ર છે તે નિવૃત્તિવાળું છે, પણ જેને નિવૃત્તિ થઈ હોય તેને તેમ છે. તેમ ખરા જ્ઞાની છે તે સિવાયને તે અબ્રહ્મચર્યવશ ન થવાય એમ કહેવામાત્ર છે. તેમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org