________________
૧૩૦
શ્રીમદ રાજચંદ્ર તે અનંતાં કર્મો મેળાં પડે અને વિચાર ન કરે તે અનંતાં કર્મો ઉપાર્જન થાય.
રોગ ઉત્પન્ન થાય છે ત્યારે સ્ત્રી, છોકરાં યાં, ભાઈ કે કઈ પણ તે રોગ લઈ શકતાં નથી !
- સંતોષ કરી ધર્મધ્યાન કરવું છેકરછયાં વગેરે અન્યની ન જોઈતી ચિંતા કરવી નહીં. એક સ્થાનકે બેસી, વિચાર, સંતપુરુષના સંગે, જ્ઞાનીના વચન સાંભળી વિચારીને ધન આદિની મર્યાદા કરવી.
બ્રહ્મચર્ય યથાતથ્ય રીતે તે કઈ વિરલા જીવ પાળી શકે છે, તે પણ લેકલાજથી બ્રહ્મચર્ય પળાય તે તે ઉત્તમ છે.
મિથ્યાત્વ ગયું હોય તે ચાર ગતિ ટળે. સમકિત ન આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તે દેવલોક મળે.
વાણિ, બ્રાહ્મણ પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી “હું વાણિયે, બ્રાહ્મણ પુરુષ, સ્ત્રી, પશુ છું' એમ માને છે; પણ વિચાર કરે તે પોતે તેમાં કોઈ નથી, મારું” સ્વરૂપ તેથી જુદુ જ છે.
સૂર્યના ઉદ્યોતની પેઠે દિવસ ચાલ્યો જાય તેમ અંજળિજળની માફક આયુષ ચાલ્યું જાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org